રિયા કપૂરે આપી ‘વીરે દી વેડિંગ 2’ને લઈને હિન્ટ, ફરી સાથે જોવા મળશે કરીના કપૂર અને સોનમ કપૂર!

|

Mar 03, 2023 | 7:22 PM

Veere Di Wedding 2 : છોકરીઓની મિત્રતા અને મોજ-મસ્તી પર બનેલી ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં ચાર છોકરીઓની સ્ટોરી બતાવવામાં આવી છે જેઓ બિન્દાસ લાઈફ જીવે છે અને રૂઢિચુસ્ત વિચારો સામે પોતાનો અવાજ ઉઠાવે છે.

રિયા કપૂરે આપી વીરે દી વેડિંગ 2ને લઈને હિન્ટ, ફરી સાથે જોવા મળશે કરીના કપૂર અને સોનમ કપૂર!
Veere Di Wedding 2

Follow us on

કરીના કપૂર ખાન અને સોનમ કપૂરની ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ની સિક્વલ માટે દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મની પ્રોડ્યુસર રિયા કપૂરે ફિલ્મ ‘વીરે દી વેડિંગ 2’ને લઈને એક હિન્ટ આપી છે, જેના પછી લોકો અનુમાન લગાવવા લાગ્યા છે કે ફિલ્મ પર કામ શરૂ થવાનું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રિયા કપૂરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં એક પોસ્ટ શેયર કરી છે, જેમાં તેણે એવી રીતે લખ્યું છે કે લોકો તેને વાંચીને અનુમાન લગાવી રહ્યા છે કે આ પોસ્ટ ફિલ્મ ‘વીરે દી વેડિંગ 2’ માટે લખવામાં આવી છે. રિયા કપૂરે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું સિક્વલ ગર્લ હતી, પરંતુ કદાચ હું છું.’

અહીં જુઓ રીયાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી

આ પોસ્ટ સાથે રિયા કપૂરે સીલબંધ હોઠની ઈમોજી અને ચાર ડાન્સિંગ લેડીઝ ઈમોજી શેયર કર્યા છે, કારણ કે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં ચાર છોકરીઓની સ્ટોરી હતી, આવામાં, આ પોસ્ટ પછી, ફેન્સને એવું લાગવા લાગ્યું છે કે આ ફિલ્મ પર કામ શરૂ થવાનું છે. રિયા કપૂરની ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને દર્શકોનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે.

Green Peas Benefits: લીલા વટાણાને કાચા ખાવાથી પણ થાય છે ગજબના ફાયદા
અભિનેત્રીએ 1 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
ભારતની 7 પ્રખ્યાત 'રમ', જે આખી દુનિયાના લોકોની છે ફેવરિટ
શિયાળામાં કાળા તલ ખાવાથી થાય છે અઢળક લાભ
Popcorn : પોપકોર્નના ફાયદા છે ગજબ! પણ આ રીતે ખાશો તો થઈ શકે છે નુકસાન

આ પણ વાંચો : પત્ની આલિયા સાથેના વિવાદ વચ્ચે Nawazuddin Siddiquiને વધુ એક ઝટકો લાગ્યો, સગા ભાઈએ માતાને મળવાથી રોક્યો

4 મિત્રો પર આધારિત હતી આ ફિલ્મની સ્ટોરી

ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ની સ્ટોરી 4 મિત્રોની વાર્તા હતી, જેમના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે અને ચારેય હંમેશા દરેક પરિસ્થિતિમાં એકબીજાની સાથે ઉભા રહે છે. ‘વીરે દી વેડિંગ’ને શશાંક ઘોષ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી, જ્યારે તે રિયા કપૂર અને એકતા કપૂરે સાથે મળીને પ્રોડ્યુસ કરવામાં આવી હતી. કરીના કપૂર ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ હતી. કરીના હવે સુજોય ઘોષની થ્રિલર ફિલ્મમાં જોવા મળશે.

Next Article