
હિન્દી સિનેમાની રેટ્રો એકટ્રેસ જેણે એક્ટિંગની સાથે પ્રેમની દુનિયામાં પોતાના નામનો ઈતિહાસ રચી દીધો છે. આજે પણ તેમના પ્રેમની ચર્ચા ચારેબાજુ થાય છે. અહીં વાત થઈ રહી છે રેખાની. જેણે પોતાના કરિયરમાં અનેક સુપર હિટ ફિલ્મો આપીને લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે.
આ પણ વાંચો : Rekha Looks : બ્યુટી ક્વીન બનીને પહોંચી રેખા, પાપારાઝીને મારી થપ્પડ, ચાહકોએ કહ્યું ‘હવે તે નાહશે નહિ’
રેખા 10 ઓક્ટોબરે પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહી છે. પરંતુ તેમના માટે ઉંમર માત્ર એક આંકડો છે કેમ કે તે હજી પણ યુવા જેવી જ દેખાય છે. આજે પણ તે પોતાની સુંદરતાથી ઘણી સુંદરીઓને ટક્કર આપે છે.
જ્યારે-જ્યારે બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનનું નામ લેવામાં આવે છે, ત્યારે-ત્યારે જયા બચ્ચન સાથે રેખાનું નામ આપોઆપ યાદ આવી જાય છે. રેખાએ પોતે પણ ઘણા પ્રસંગોએ સ્વીકાર્યું છે કે તે અમિતાભ બચ્ચનને પ્રેમ કરે છે. ઈન્ડસ્ટ્રીમાં પણ તેમના સિક્રેટ લવની ઘણી ચર્ચા થઈ હતી. જો કે બચ્ચન સાહેબે ક્યારેય આ પ્રેમનો સ્વીકાર કર્યો નથી. ઘણા ટીવી રિયાલીટી શોમાં એવોર્ડમાં પણ બંને સામસામે આવ્યા છે.
આ રેટ્રો હિરોઈનના કરિયરની વાત કરીએ તો તે ક્યારેય ફિલ્મોમાં કામ કરવા માંગતી ન હતી. તેનું સપનું એર હોસ્ટેસ બનવાનું હતું પરંતુ તેના ઘરની પરિસ્થિતિએ તેને બીજુ કામ કરવું પડ્યું. ઘરની સ્થિતિ જોતાં તેને કામ કરવું યોગ્ય લાગ્યું. તેણે તેલુગુ ફિલ્મથી આ ઈન્ડસ્ટ્રીમાં પગરવ માંડ્યા. રેખાને તેની ફિલ્મો જોવી બિલકુલ પસંદ ન હતી. તેનું પણ એ કારણ કે આ કારણે તે તેનું બાળપણ જીવી શકી નથી.
બહુ ઓછા લોકોને ખબર હશે કે રેખા જેટલી સારી એક્ટિંગ કરે છે, તેટલું જ સુંદર ગાય પણ છે. રેખાએ 1980માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ખૂબસુરત’ના બે ગીતોમાં પોતાના સુર આપ્યા છે. આજે પણ લોકોને રેખાનો રણકતા અવાજમાં ‘કાયદા-કાયદા’ અને ‘સારે નિયમ તોડ’ સાંભળવાનું પસંદ છે. આ સિવાય પણ રેખાએ પોતાની પહેલી જ ફિલ્મથી બોલિવૂડમાં ધૂમ મચાવી દીધી હતી.
15 વર્ષની રેખાએ ‘અંજાના સફર’માં તેના કરતાં 25 વર્ષ મોટા હીરો સાથે કિસિંગ સીન કરીને હલચલ મચાવી હતી. કિસ સીન કર્યા બાદ રેખા રડી હતી અને લગભગ 5 મિનિટ સુધી ચાલેલા આ સીનને કર્યા બાદ રેખા બેભાન થઈ ગઈ હતી.