Raveena Tandonની દીકરીની સુંદરતા જોઈને ચાહકો થયા પાગલ, યુઝર્સે લખ્યું- તારા સુતરિયા પાર્ટ-2

|

Sep 01, 2022 | 9:17 AM

Raveena Tandon પણ પોતાની દીકરી સાથે ગણેશ ચતુર્થીની પૂજા કરવા શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તેમની પુત્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું.

Raveena Tandonની દીકરીની સુંદરતા જોઈને ચાહકો થયા પાગલ, યુઝર્સે લખ્યું- તારા સુતરિયા પાર્ટ-2
Raveena Tandon

Follow us on

10 દિવસીય ગણેશ ઉત્સવનો (Ganesh Chaturthi 2022) પ્રારંભ થયો છે. ગણેશ ચતુર્થીના આ તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ સેલેબ્સ પણ ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. બી ટાઉનના મોટા સેલેબ્સે ટીવી ઈન્ડસ્ટ્રીને લઈને ગણપતિ બાપ્પાનું તેમના ઘરે સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં, તેણે પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને લોકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ દરમિયાન રવિના ટંડન પણ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) ઘરે ગણેશ પૂજા માટે ગઈ હતી. પરંતુ ચર્ચાનું કેન્દ્ર રવિના ટંડન (Raveena Tandon) નહીં પરંતુ તેની પુત્રી રહી હતી.

રવિના કરતાં દીકરીએ વધુ ધ્યાન ખેંચ્યું

તમને જણાવી દઈએ કે, ગણેશ ચતુર્થીના અવસર પર ઘણા સેલેબ્સ પણ પોતાના ઘરે ગણપતિની મૂર્તિ સ્થાપિત કરી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ ગણેશ ચતુર્થી નિમિત્તે ઘરમાં પૂજા રાખી હતી. તેમની પૂજામાં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. તે જ સમયે, રવિના ટંડન પણ તેની પુત્રી સાથે શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી હતી. જો કે આ દરમિયાન તેમની પુત્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જુઓ વીડિયો…

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેની દીકરી રવિના ટંડન કરતાં પણ વધુ સુંદર લાગી રહી છે. જ્યાં રવિના ટંડને ડાર્ક પિંક કલરનો આઉટફિટ પહેર્યો છે. તો ત્યાં જ તેની દીકરી યલો કલરના સૂટમાં જોવા મળી રહી છે. રવિનાની દીકરીની સુંદરતા જોઈને ચાહકો પણ પાગલ થઈ ગયા છે. વીડિયોમાં તમે જોશો કે રવિના ટંડનની સાથે તેની દીકરી પણ હાથ જોડીને અભિવાદન કરતી જોવા મળી રહી છે. ચાહકો પણ તેની આ સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે.

યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ

તમને જણાવી દઈએ કે, રવિના ટંડનની દીકરી સાથેનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેની પુત્રીને તારા સુતરિયા તરીકે ગણાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું – તે તારા સુતારિયા જેવી લાગે છે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું – મીની તારા સુતારિયા. રવિના ટંડનની દીકરીને કોઈ તારા સુતરિયા 2.0 પણ કહી રહ્યા છે.

Published On - 9:16 am, Thu, 1 September 22

Next Article