Viral Video: ઈવેન્ટમાં કચરો ઉપાડતો જોવા મળ્યો રણવીર સિંહ, લોકોએ કહ્યું ઓવર એક્ટિંગના 50 રૂપિયા કટ

Ranveer Singh Video: મુંબઈમાં એક ઈવેન્ટમાં પહોંચેલો રણવીર સિંહ (Ranveer Singh) જમીન પર પડેલો કચરો ઉપાડતો જોવા મળે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે રણવીર સિંહના આ વીડિયો પર ફેન્સ ઘણા રિએક્શન આપી રહ્યા છે.

Viral Video: ઈવેન્ટમાં કચરો ઉપાડતો જોવા મળ્યો રણવીર સિંહ, લોકોએ કહ્યું ઓવર એક્ટિંગના 50 રૂપિયા કટ
Ranveer singh
| Edited By: | Updated on: Mar 22, 2023 | 5:50 PM

Ranveer Singh Viral Video: ફિલ્મ એક્ટર રણવીર સિંહ અવારનવાર વિચિત્ર કપડામાં જોવા મળે છે. ક્યારેક તે પોતાના કપડાથી તો ક્યારેક પોતાની હરકતોથી લોકોને અને ફેન્સને હેરાન કરી દે છે. આ વખતે તે એક ઈવેન્ટમાં પહોંચ્યો અને ત્યાં કચરો સાફ કરવા લાગ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રણવીરની આ સ્ટાઈલ પર પણ ફેન્સ તરત જ રિએક્શન આપવા લાગ્યા.

રણવીર સિંહ ગઈકાલે એક સલૂનના લોન્ચિંગમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તે ગ્રે કલરના પેન્ટ અને બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. આ સિવાય તેને કાળા ચશ્મા પહેર્યા હતા. રણવીર સિંહ પાપારાઝીની સામે પહોંચ્યો કે તરત જ તેને ગ્રીન કાર્પેટ પર કચરો જોયો. આ વીડિયો પાપારાઝી વિરલ ભાયાણીએ શેયર કર્યો છે.

ગ્રીન કાર્પેટ પર રણવીરે કર્યું આ કામ

ગંદગી જોઈને રણવીર સિંહ રહી શકાયું નહીં અને નીચે ઝૂકીને કેમેરામેનની સામે સફાઈ કરવા લાગ્યો. તેઓએ ત્યાં પડેલો કચરો ઉપાડ્યો અને પછી આગળ વધ્યો. આ વીડિયોમાં જોવા મળે છે કે તે પછી ટેબલ પર રાખેલી કોઈ વસ્તુ ઉપાડે છે અને આગળ વધે છે. હવે રણવીર સિંહના આ વીડિયો પર ફેન્સ ઘણા રિએક્શન આપી રહ્યા છે.

શું કહી રહ્યા છે લોકો?

રણવીરના ગાર્બેજ કલેક્શનના આ વીડિયો પર ફેન્સ અલગ અલગ રીતે રિએક્શન આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, “ભારતના રસ્તાઓ પર પણ ઘણો કચરો છે… તેને ક્યારેય ઉપાડવામાં આવ્યો નથી… મીડિયાના લોકો છે તેના માટે આ સ્ટંટ છે … આ ખૂબ જ ખોટું છે.”

આ પણ વાંચો : Viral Video: રણવીર સિંહ ફરી એકવાર થયો ટ્રોલ, વાયરલ વીડિયોમાં ટ્રોલર્સે આપી આવી પ્રતિક્રિયા

એક યુઝરે લખ્યું, “50 રૂપિયા કટ ઓવરએક્ટિંગ માટે.” એક વ્યક્તિએ વીડિયો જોઈને દીપિકાનો ઉલ્લેખ કર્યો. યુઝરે કહ્યું, “દીપિકા પાદુકોણ ખૂબ જ સાફ સફાઈ કરે છે. દીપિકાએ ઘણી વખત આ વાતનો ખુલાસો પણ કર્યો છે કે તે તેના ઘરમાં વસ્તુઓ ખૂબ જ સ્વચ્છ રાખે છે. હવે બની શકે છે કે તે તેની લાઈફસ્ટાઈલનો ભાગ બની ગયો હોય.