રણવીર સિંહે ભારતમાં કિલી પોલનું જોરદાર કર્યું સ્વાગત, એક મંચ પર સાથે ડાન્સ કર્યો આ સ્ટાર્સે

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કિલી પોલ (Kili Paul) હાલમાં ભારતમાં હાજર છે. કિલી આગલા દિવસે ભારત પહોંચ્યો હતો અને આ સમયે તે માયાનગરી મુંબઈમાં છે. જ્યાં તેનું બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

રણવીર સિંહે ભારતમાં કિલી પોલનું જોરદાર કર્યું સ્વાગત, એક મંચ પર સાથે ડાન્સ કર્યો આ સ્ટાર્સે
Kili Paul
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Sep 30, 2022 | 7:08 PM

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કિલી પોલને (Kili Paul) હવે કોઈ ઓળખની જરૂર નથી. હિન્દી ગીતો પ્રત્યેનો તેમનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. કિલી પોલ બોલીવુડના ગીતો પર લિપસિંક કરીને રાતોરાત ફેમસ થઈ ગયો છે. કિલી પોલના વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થઈ રહ્યા છે. કિલી પોલ ભારતમાં એટલો ફેમસ થઈ ગયો છે કે પીએમે પણ તેના નામનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં કિલી પોલ ભારતમાં છે. જ્યાં તેનું બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આગલા દિવસે કિલી પોલે ભારતની ધરતી પર પગ મૂક્યો હતો. હિન્દી ગીતોનો દીવાના કિલી હંમેશા ભારત આવવા માંગતો હતી. જે તેની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહ કિલી પોલનું ઉત્સાહ સાથે સ્વાગત કરતા જોવા મળે છે. કિલી પોલ અને રણવીર સિંહ એક જ સ્ટેજ પર ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કિલી પોલ અને રણવીર સિંહ માટે લોકોનો ઉત્સાહ જોઈ શકાય છે. દરેક વ્યક્તિ આ યાદગાર ક્ષણને પોતપોતાના ફોનમાં કેપ્ચર કરવા માંગે છે. બંને સ્ટાર્સનો ઉત્સાહ ઘણો વધારે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને ટીવી એકટ્રેસ જન્નત ઝુબૈર અને મિસ્ટર ફૈઝુ પણ સામે બેઠેલા જોવા મળે છે. સ્વાભાવિક છે કે સોશિયલ મીડિયાએ જન્નત, ફૈઝુ અને કિલી પોલને મોટા સ્ટાર બનાવી દીધા છે.

અન્ય એક વાયરલ વીડિયોની વાત કરીએ તો બોલિવૂડ સિંગર રાહુલ વૈદ્ય પણ કિલી પોલને મળવા આવ્યો હતો. આ વીડિયોમાં રાહુલ કિલી પોલને મરાઠી ભાષા શીખવતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં કિલી પોલ પણ ભારતમાં તેના દેશના ડ્રેસમાં જોવા મળ્યો હતો. રણવીર સિંહની એ જ ફની સ્ટાઈલ જોવા મળી હતી. એક્ટરે ગુલાબી રંગનો લૂઝ કોટ પહેર્યો હતો. આ સાથે રણવીર હાથમાં માઈક લઈને જોરદાર ધ્રૂજતો જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે કિલી પોલ અને તેની બહેન નીમા પોલ બોલિવૂડના હિન્દી ગીતો પર વીડિયો બનાવીને દુનિયાના ખૂણે ખૂણે ફેમસ થઈ ગયા છે. થોડા સમય પહેલા કિલી અને નીમાને ભારતીય હાઈ કમિશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ જાણકારી તેમને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.