2 કલાક સુધી ચાલી રણવીર સિંહની પૂછપરછ, જાણો ન્યૂડ ફોટોશૂટ કેસમાં એક્ટરે શું આપ્યો જવાબ

|

Aug 30, 2022 | 5:05 PM

રણવીર સિંહના (Ranveer Singh) ન્યૂડ ફોટોશૂટને લઈને જ્યારથી વિવાદ શરૂ થયો છે ત્યારથી એક્ટરે આ સમગ્ર મામલે મૌન રાખ્યું છે.

2 કલાક સુધી ચાલી રણવીર સિંહની પૂછપરછ, જાણો ન્યૂડ ફોટોશૂટ કેસમાં એક્ટરે શું આપ્યો જવાબ
Ranveer Singh
Image Credit source: File Image

Follow us on

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ તેના ન્યૂડ ફોટોશૂટને (Ranveer Singh Nude Phtotoshoot) કારણે તે ચર્ચામાં રહ્યો છે. તમને જણાવી દઈએ કે રણવીર સિંહે એક મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. જેની તસવીરો તેને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તેની ન્યૂડ તસવીરોએે સોશિયલ મીડિયા સહિત સમગ્ર ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો હતો. રણવીર સિંહ (Ranveer Singh) સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયો હતો. આ સિવાય તેની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. હવે આ કેસને લગતી લેટેસ્ટ જાણકારી મુજબ રણવીર સિંહે તેનું નિવેદન નોંધાવ્યું છે.

રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કેસમાં નોંધાવ્યું નિવેદન

તમને જણાવી દઈએ કે જ્યારથી એક્ટર રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે, ત્યારથી એક્ટર ચર્ચામાં છે. તેના ન્યૂડ ફોટો પર ઘણી મહિલાઓએ વાંધો ઉઠાવ્યો હતો. વાત એટલી હદે પહોંચી ગઈ છે કે તેની સામે કેસ નોંધવામાં આવ્યો. મળતી માહિતી મુજબ રણવીર સિંહે આ મામલે પોતાનું નિવેદન નોંધાવ્યું છે. રણવીર સિંહે સોમવારે સવારે 7થી 9 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે રણવીર સિંહ નિવેદન નોંધતી વખતે ખૂબ જ શાંત હતો.

આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો

વિવાદ પર રણવીર સિંહે રાખ્યું મૌન

રણવીર સિંહે આ સમગ્ર વિવાદ પર મૌન રાખ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારથી રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટને લઈને વિવાદ શરૂ થયો છે, ત્યારથી રણવીરે આ સમગ્ર મામલે તેમની કાનૂની ટીમના કહેવા પર મૌન જાળવી રાખ્યું હતું. એક સૂત્રના જણાવ્યા મુજબ ન્યૂડ ફોટોશૂટના વિવાદ પછી એક્ટર રણવીર સિંહને મીડિયામાં કોઈ નિવેદન ન આપવા માટે કહેવામાં આવ્યું હતું. એવું પણ કહેવાય છે કે આ વિવાદ બાદ રણવીર સિંહને ઘણા કોલ અને મેસેજ આવ્યા હતા. પરંતુ તેને તેની કાનૂની ટીમની સલાહનું પાલન કર્યું અને કોઈ નિવેદન આપ્યું ન હતું. મળતી જાણકારી મુજબ તેના વકીલોએ પોલીસને જ નિવેદન આપવા કહ્યું હતું. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ બોલિવૂડ એક્ટર રણવીર સિંહને અંદાજ ન હતો કે તેના ફોટોશૂટ પર આટલો બધો હંગામો થશે. રણવીરે કહ્યું કે તેને એક એક્ટર તરીકે પોતાનું કામ કર્યું અને ક્રિએટિવ ગાઈડલાઈનનું પાલન કર્યું.

Next Article