દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહની ફિલ્મનું અલગ અંદાજમાં કર્યું પ્રમોશન, Video થયો વાયરલ

|

Jul 30, 2023 | 5:40 PM

એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અને તેની પત્ની દીપિકા પાદુકોણ (Deepika Padukone) શનિવારે મુંબઈમાં તેમની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની જોવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન દીપિકા પાદુકોણ અલગ અંદાજમાં જોવા મળી હતી. તેણે પોતાના પતિની ફિલ્મને પ્રમોટ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી.

દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહની ફિલ્મનું અલગ અંદાજમાં કર્યું પ્રમોશન, Video થયો વાયરલ
Deepika Padukone - Ranveer Singh
Image Credit source: Social Media

Follow us on

આલિયા ભટ્ટ અને રણવીર સિંહની (Ranveer Singh) ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ બે દિવસ પહેલા એટલે કે શુક્રવાર 28 જુલાઈના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ છે. કરણ જોહર લગભગ સાત વર્ષ પછી ફરીથી ડાયરેક્ટર તરીકે પરત ફર્યો છે. કરણની આ લવ-સ્ટોરી ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

પતિ સાથે ફિલ્મ જોવા પહોંચી દીપિકા પાદુકોણ

લીડ એક્ટર રણવીર સિંહ તેની પત્ની દીપિકા પાદુકોણ સાથે શનિવારે તેમની ફિલ્મ જોવા માટે મુંબઈમાં પીવીઆરમાં ગયો હતો. આ દરમિયાન દીપિકા પાદુકોણ અલગ અંદાજમાં જોવા મળી હતી. તેણે પોતાના પતિની ફિલ્મને પ્રમોટ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

(VC: Instagram)

દીપિકાએ કર્યું રણવીરની ફિલ્મનું પ્રમોશન

બોલિવુડનું આ પાવર કપલ હાથમાં હાથ નાખીને ફિલ્મો જોવા પહોંચે છે. આ દરમિયાન દીપિકા ડેનિમ લુકમાં જોવા મળી હતી. તેણે રણવીર સિંહનું કસ્ટમાઈઝ્ડ જેકેટ કૈરી કર્યું હતું. દીપિકાએ ડેનિમ જેકેટ પહેર્યું હતું જેના પર રણવીરનો ચહેરો છપાયેલો હતો, જેમાં તે ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી. જેમ જેમ પાપારાઝીએ તેનું જેકેટ જોયું, દીપિકાએ ગર્વથી તેને ફ્લોન્ટ કર્યું અને તસવીરો માટે પોઝ પણ આપ્યો.

દીપિકાના લુક વિશે વાત કરીએ તો એક્ટ્રેસે સફેદ ટેન્ક ટોપ, હાઈ-વેસ્ટ બ્લુ ડેનિમ ટ્રાઉઝર અને બિગ સાઈઝ સનગ્લાસ સાથે તેનો લુક કમ્પલિટ કર્યો હતો. તો ત્યાં રણવીર ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. રણવીરે બ્લેક હૂડી સ્વેટશર્ટ, મેચિંગ ટ્રાઉઝર, ફેસ માસ્ક, બીની કેપ અને સનગ્લાસ પહેર્યા હતા.

આ પણ વાંચો : એક્ટિંગમાંથી બ્રેક લઈને સામંથા રૂથ પ્રભુએ 4 ડિગ્રી તાપમાનમાં લીધું આઈસ બાથ, શેર કર્યો Video

બે દિવસમાં ફિલ્મે કરી આટલા કરોડની કમાણી

બોક્સ ઓફિસ પર આ ફિલ્મ હિટ સાબિત થઈ રહી છે. ફિલ્મે પહેલા દિવસે 11.50 કરોડની કમાણી કરી હતી અને બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મે 16 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે બે દિવસમાં કુલ 27.10 કરોડની કમાણી કરી લીધી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article