Mrs Chatterjee Vs Norway એક્ટ્રેસ ગોલ્ડન ટેમ્પલ પહોંચી, રાની મુખર્જીના ફોટો થયો વાયરલ

Rani Mukerji Golden Temple Visit: બોલીવુડ એક્ટ્રેસ રાની મુખર્જી (Rani Mukerji) તેની કમબેક ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે ચર્ચામાં છે. એક્ટ્રેસની આ ફિલ્મને લઈને જ્યાં એક તરફ પોલિટિક્સ જોવા મળી રહી છે તો બીજી તરફ ફેન્સને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે.

Mrs Chatterjee Vs Norway એક્ટ્રેસ ગોલ્ડન ટેમ્પલ પહોંચી, રાની મુખર્જીના ફોટો થયો વાયરલ
Rani Mukerji
| Edited By: | Updated on: Mar 18, 2023 | 11:45 PM

Mrs Chatterjee Vs Norway: બોલિવુડ એક્ટ્રેસ રાની મુખર્જીએ તેની ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વેથી કમબેક કર્યું છે અને તેનું કમબેક ખૂબ જ ખાસ છે. તેની ફિલ્મને ચાહકો તરફથી સારા રિવ્યુ મળી રહ્યા છે. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી, પરંતુ જે પણ આ ફિલ્મ જોઈ રહ્યા છે તે ફિલ્મ અને રાણીના વખાણ કરતા થાકતા નથી. ફિલ્મની રિલીઝને રાની મુખર્જીએ એક ખાસ અવસર પર સેલિબ્રેટ કર્યો હતો અને તે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પહોંચી.

એક્ટ્રસ રાની મુખર્જીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ગોલ્ડન ટેમ્પલમાં વાહેગુરુના આશીર્વાદ લેવા પહોંચી છે. એક્ટ્રેસ ટ્રેડિશનલ આઉટફિટમાં છે અને હાથ જોડીને ઊભી જોવા મળે છે. રાની આ દરમિયાન પિંક કલરના સલવાર-સૂટમાં છે અને તેણે કલરફુલ ફુલકારી દુપટ્ટાથી માથું પણ ઢાંક્યું છે. આ સાથે એક્ટ્રેસે સનગ્લાસ પણ પહેર્યા છે. રાની આ દરમિયાન સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઓપનિંગ ડે પર કરી આટલી કમાણી

રાની મુખર્જીની ફિલ્મની વાત કરીએ તો તેની ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે શુક્રવારે રિલીઝ થઈ હતી. ફિલ્મના ઓપનિંગ ડે પર 1.27 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ ઘણી ફિલ્મોની રિલીઝ સાથે રિલીઝ થઈ છે, તેથી આ ફિલ્મનું કલેક્શન ડિસેન્ટ માની ના શકાય. આ ફિલ્મનું નિર્દેશન આશિમા છિબ્બરે કર્યું છે. આ ફિલ્મ સાગરિકા ચેટર્જી નામની મહિલાથી પ્રેરિત છે.

આ પણ વાંચો : કેમ વિરાટ કોહલીની બાયોપિકમાં કામ કરવા માંગે છે RRR ફેમ રામ ચરણ? જણાવ્યું ખાસ કારણ

ફેન્સને પસંદ આવી ફિલ્મ

નોર્વેની એમ્બેસી દ્વારા આ ફિલ્મને લઈને કેટલાક વાંધાઓ ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ આ પછી પીડિત સાગરિકાએ વીડિયો શેયર કરીને આ મામલે ખુલીને વાત કરી હતી અને એમ્બેસીએ આપેલા સ્ટેટમેન્ટને નકારી કાઢ્યું હતું. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેના પર પોલિટિક્સ પણ શરૂ થઈ ગયું છે. હાલમાં રાનીની આ ફિલ્મ ફેન્સને પસંદ આવી રહી છે અને જે પણ તેને જોઈ રહ્યા છે તે સારા રિવ્યુ આપી રહ્યા છે.