રણબીર કપૂરને ઈ-બાઈક ચલાવતા જોઈને લોકોએ ઉડાવી તેની મજાક, કહ્યું પેટ્રોલ મોઘું થવાની અસર છે

રણબીર કપૂરનો (Ranbir Kapoor) એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં એક્ટરને મુંબઈમાં ઈ-બાઈક ચલાવતા જોઈ શકાય છે. જ્યારે લોકોએ આ વીડિયો જોઈને તેના પર ફની રિએક્શન આપવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે આ વીડિયો પર કોમેન્ટ કરતાં કહ્યું, 'પેટ્રોલના ભાવ વધવાની આ અસર છે.'

રણબીર કપૂરને ઈ-બાઈક ચલાવતા જોઈને લોકોએ ઉડાવી તેની મજાક, કહ્યું પેટ્રોલ મોઘું થવાની અસર છે
Ranbir Kapoor
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Nov 29, 2022 | 4:55 PM

રણબીર કપૂર બોલિવૂડના શાનદાર અને કુલ એક્ટરમાંથી એક છે. રણબીર કપૂર સોમવારે બપોરે મુંબઈમાં ક્રિષ્ના રાજ ખાતે બાંધકામના કામની સમીક્ષા કરવા પહોંચ્યો હતો. પરંતુ તે કારમાં નહીં પણ ઈ-બાઈક પર રાઈડ કરતો જોવા મળ્યો હતો. તેને સફેદ ટી-શર્ટ પહેર્યું હતું અને તેને બ્લુ જીન્સ પહેર્યું હતું. એક્ટરે પણ કેપ પહેરી હતી અને ફેસ માસ્ક પહેરીને કોરોના વાયરસ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી રહ્યો હતો. રણબીર હંમેશની જેમ હેન્ડસમ દેખાતો હતો. મીડિયા રિપોર્ટ મુજબ રણબીર અને આલિયાના ઘરને બનતા છ વર્ષ લાગી શકે છે.

અહીં જુઓ આ વાયરલ વીડિયો

સ્ટાર ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ રણબીરનો આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો હતો, જેના પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરંતુ એક સોશિયલ મીડિયા યુઝર્સે ઈ-બાઈકની રાઈડ બદલ રણબીરની મજાક ઉડાવી અને તેને ‘પેટ્રોલના વધતા ભાવની અસર’ ગણાવી છે. અન્ય ઘણા સોશિયલ મીડિયો યુઝરે એક્ટરને ફોલો કરવા અને તેની પાછળ દોડવા બદલ પાપારાઝીની નિંદા કરી.

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને જણાવ્યું પુત્રીનું નામ

રણબીર કપૂરની પર્સનલ લાઈફ વિશે વાત કરીયે તો, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 6 નવેમ્બરના રોજ તેમની પુત્રીનું સ્વાગત કર્યું છે. કપલે સોશિયલ મીડિયા દ્વારા આ સમાચારની જાહેરાત કરી હતી અને હાલમાં જ આ કપલે તેમની પુત્રીનું નામ પણ જાહેર કર્યું. આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેયર કરીને ખુલાસો કર્યો કે તેઓએ તેમની પુત્રીનું નામ રાહા રાખ્યું છે.

આ ફિલ્મમાં જોવા મળશે રણવીર કપૂર

રણવીર કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર હાલમાં જ અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિવાય આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા. રણબીર ટૂંક સમયમાં એક્ટ્રેસ રશ્મિકા મંદાના સાથે ફિલ્મ ‘એનિમલ્સ’માં જોવા મળશે. આ સિવાય તે શ્રદ્ધા કપૂર સાથે લવ રંજનની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ પણ કરી રહ્યો છે.