
‘બ્રહ્માસ્ત્ર’ની સફળતા બાદ રણબીર કપૂર ટૂંક સમયમાં એક નવી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે પહેલીવાર એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મની એક ઝલક હાલમાં જ રિલીઝ કરવામાં આવી છે અને તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રણબીર શ્રદ્ધાની ફિલ્મની જાહેરાત થઈ હતી, પરંતુ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. પરંતુ હવે ફિલ્મની એક ઝલક શેયર કરતા ફિલ્મના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મના પોસ્ટરમાં ‘TJMM’ લખેલું હતું. ડાયરેક્ટર લવ રંજને ફિલ્મના નામની જાહેરાત કરી છે અને ફિલ્મનું નામ ‘Tu Jhoothi Main Makkaar’ છે.
લવ રંજને આ પહેલા પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી હિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. હવે ફરી એકવાર લવ એક અલગ પ્રકારની ફિલ્મ લઈને આવી રહ્યા છે. ટાઈટલની જાહેરાત સાથે મેકર્સે તેના ટાઈટલ ગીતની એક ઝલક પણ શેયર કરી છે. ટાઈટલ એનાઉન્સમેન્ટ વીડિયોમાં શ્રદ્ધા કપૂર અને રણબીર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે, પરંતુ ગીત પરથી સ્પષ્ટ થાય છે કે બંને જુઠ્ઠા છે.
તમને જણાવી દઈએ કે આ 42 સેકન્ડના આ વીડિયોમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર આખો સમય એકબીજાને મનાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ફિલ્મના ટાઈટલની જાહેરાત સાથે મેકર્સે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરનો ફર્સ્ટ લૂક અને ફિલ્મની રિલીઝ ડેટ પણ રિલીઝ કરી છે. રણબીર અને શ્રદ્ધાની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ 8 માર્ચ 2023ના રોજ હોળીના અવસર પર થિયેટરોમાં રિલીઝ થશે. લવ રંજન અને અંકુર ગર્ગ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મના ટાઈટલની જાહેરાત સાથે જ તેના વિશે ઘણી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર પાસે ‘એનિમલ’ ફિલ્મ પણ છે, જેમાં રશ્મિકા મંદાના પણ જોવા મળશે. આ સિવાય રણબીર પાસે ‘બ્રહ્માસ્ત્ર’ની અપકમિંગ સિક્વલ પણ છે. શ્રદ્ધા કપૂર રૂખસાના કૌસરની બાયોપિકમાં જોવા મળી શકે છે. રુખસાનાએ આતંકીઓનો સામનો કર્યો હતો. રુખસાના આતંકવાદીને ગોળી માર્યા બાદ ચર્ચામાં આવી હતી. શ્રદ્ધા કપૂર હાલમાં ફિલ્મ ભેડિયામાં તેના કેમિયોને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના ગીત ઠુમકેશ્વરીમાં શ્રદ્ધા કપૂર જોવા મળી છે અને આ માટે તેને ફેન્સની ઘણી પ્રશંસા મળી રહી છે.