Viral Video: લંડનમાં રણબીર કપૂરે એનિમલનું શૂટિંગ કર્યું પૂરું, બોબી દેઓલ સાથે સેલિબ્રેશનનો વીડિયો થયો વાયરલ

|

Apr 18, 2023 | 10:13 PM

Ranbir Kapoor And Bobby Deol: રણબીર કપૂર અને બોબી દેઓલે તેમની ફિલ્મ એનિમલના (Animal) લંડન શેડ્યૂલનું શૂટિંગ પૂરું કર્યું છે. બંનેનો સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: લંડનમાં રણબીર કપૂરે એનિમલનું શૂટિંગ કર્યું પૂરું, બોબી દેઓલ સાથે સેલિબ્રેશનનો વીડિયો થયો વાયરલ
Bobby Deol - Ranbir Kapoor

Follow us on

Ranbir Kapoor And Bobby Deol: તુ જૂઠી મેં મક્કરમાં જોવા મળ્યા પછી રણબીર કપૂર હવે તેની અપકમિંગ ફિલ્મ એનિમલના શૂટિંગમાં બિઝી છે . આ ફિલ્મમાં તેની સાથે બોબી દેઓલ પણ જોવા મળશે. બંનેએ ફિલ્મના લંડન શેડ્યૂલનું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ દરમિયાન બંનેએ ટીમ સાથે સેલિબ્રેશન કર્યું હતું.

લંડનના શેડ્યૂલનું શૂટિંગ પૂરું થયા બાદ સેટ પર સેલિબ્રેશન કરતા બંને કલાકારોનો વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સેટ પર હાજર બંને સ્ટાર્સ અને આખી ટીમ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને બધા લોકો કેક કાપીને આ ખુશીનું સેલિબ્રેશન કરતા જોવા મળે છે.

Career : શું તિબેટના લોકો ભારતમાં IAS-IPS બની શકે છે?
જો બિલાડી તમારો રસ્તો કાપે તો શું કરવું? પ્રેમાનંદ મહારાજે ગળે ઉતરે એવી વાત કહી
Paris Eiffel Tower: એફિલ ટાવરની ટોચ પર એક છે સિક્રેટ ROOM, જેમાં કોઈ જઈ શકતું નથી! આખરે એમાં શું છે?
આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો

રણબીરે બોબી દેઓલનો માન્યો આભાર

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રણબીર કપૂર અને બોબી દેઓલ એકસાથે કેક કાપતા જોવા મળે છે. આ સાથે જ બંને એકબીજાના વખાણ કરતા જોવા મળે છે. આ દરમિયાન રણબીર પણ બોબીને કિસ કરે છે. આ વીડિયોએ બંનેને ફિલ્મમાં એકસાથે જોવા માટે લોકોની એક્સાઈટમેન્ટ વધારી દીધું છે.

એનિમલ રણબીરની એક મચ એેવેટેડ ફિલ્મ છે. આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ બનવા જઈ રહી છે, જેને સંદીપ રેડ્ડી વાંગા ડાયરેક્ટ કરી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થવાની છે.

એનિમલ પછી બ્રેક લેશે રણબીર કપૂર

તમને જણાવી દઈએ કે એનિમલની રિલીઝ બાદ રણબીર કપૂર થોડા સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લેવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા રણબીરે એક ઈન્ટરવ્યુમાં આ વિશે કહ્યું હતું કે આ પછી તેને કંઈપણ સાઈન કર્યું નથી. તે થોડો સમય બ્રેક લેશે અને સમજશે કે તુ જૂઠી મેં મક્કાર અને એનિમલ પછી તે ક્યાં સ્ટેન્ડ કરી રહ્યો છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી ક્યાં સ્ટેન્ડ કરે છે.

આ પણ વાંચો : Ileana D’cruz Pregnancy: ઈલિયાના ડીક્રુઝે લગ્ન પહેલા પ્રેગ્નન્સીની કરી જાહેરાત, બનશે કેટરિના કૈફની ભાભી?

તુ જૂઠી મેં મક્કાર 8 માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ હતી, જેમાં શ્રદ્ધા કપૂર તેની સાથે પહેલીવાર સ્ક્રીન પર જોવા મળી હતી. આ ફિલ્મ લવ રંજને ડાયરેક્ટ કરી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article