Ramayana Movie: તારા સિંહ પછી ‘હનુમાન’ બનીને સની દેઓલ ધૂમ મચાવશે? રણબીર કપૂર સાથે ‘રામાયણ’માં કરશે રોલ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે, 'રામાયણ' એ ભગવાન હનુમાનનો એક નાનકડો હિસ્સો છે અને વાર્તાના અન્ય ઘણા પાસાઓ છે, જે નીતિશ તિવારી દર્શકોને બતાવવા માંગે છે.

Ramayana Movie: તારા સિંહ પછી હનુમાન બનીને સની દેઓલ ધૂમ મચાવશે? રણબીર કપૂર સાથે રામાયણમાં કરશે રોલ?
Sunny Deol
| Edited By: | Updated on: Oct 11, 2023 | 2:55 PM

ફિલ્મ આદિપુરુષ પછી નિતેશ તિવારી હવે રામાયણ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્નું માનીએ તો ભગવાન રામની ભૂમિકા બોલિવૂડના એક્ટર રણબીર કપૂર ભજવવાના છે તેમજ રાવણ અને સીતાની ભૂમિકા ભજવનારા સ્ટાર્સના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે હનુમાનના રોલ માટે સની દેઓલની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો : આદિપુરૂષના વિવાદ વચ્ચે, માતા સીતાના અવતારમાં Deepika Chikhliaની એક ઝલક, Viral Video પર ફેન્સે વરસાવ્યો પ્રેમ

એક્ટર સની દેઓલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર શાનદાર રહી છે. સની દેઓલે 2001ની ફિલ્મની સિક્વલમાં તારા સિંહની ભૂમિકા ભજવીને મોટા પડદા પર ધૂમ મચાવી દીધી છે. ‘ગદર 2’ પછી હવે તારા સિંહ એટલે કે સની દેઓલ ભગવાન હનુમાનના રોલમાં જોવા મળી શકે છે.

એવા ન્યૂઝ મળી રહ્યા છે કે સની દેઓલ મોટા પડદા પર હનુમાનજીના રોલમાં જોવા મળી શકે છે. ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીએ તેની આવનારી ફિલ્મ ‘રામાયણ’ માટે સની દેઓલની પસંદગી કરી છે અને તે તેને કેસરીનંદનની ભૂમિકામાં જોવા માંગે છે.

હનુમાન બનશે સની દેઓલ!

એક મીડિયા રિપોર્ટ મુજબ નિતેશ તિવારીએ સની દેઓલને ‘રામાયણ’માં રોલની ઓફર કરી હતી. જેને લઈને અભિનેતા પણ ખૂબ જ ઉત્સાહિત છે. તેણે આ ફિલ્મમાં પોતાનો રસ બતાવ્યો છે અને તે હનુમાનજીની ભૂમિકાને લઈને ખૂબ જ ખુશ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ‘રામાયણ’ એ ભગવાન હનુમાનનો એક નાનકડો હિસ્સો છે અને વાર્તાના અન્ય ઘણા પાસાઓ છે, જે નીતિશ તિવારી દર્શકોને બતાવવા માંગે છે.

રામાયણની સ્ટાર કાસ્ટ

કહેવામાં આવી રહ્યું છે કે, નીતિશ, મધુ મન્ટેના, નમિત મલ્હોત્રા અને અલ્લુ અરવિંદ દ્વારા નિર્મિત ફિલ્મ ‘રામાયણ’માં બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે. તેમજ સીતાના રોલ માટે સાઉથ હિરોઈન સાઈ પલ્લવીના નામની ચર્ચા થઈ રહી છે કે તે આ રોલ ભજવી શકે છે અને રાવણના રોલ માટે કેજીએફ સ્ટાર યશની ચર્ચાઓ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર રણબીર ફિલ્મ માટે નોન વેજ ખોરાક તેમજ આલ્કોહોલ પણ છોડી રહ્યો છે. જો કે હજુ સુધી સ્ટાર કાસ્ટની ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી.

આદિપુરુષ ફિલ્મની થઈ હતી ટીકા

ફિલ્મને લઈને હજુ ઓફિશિયલ જાહેરાત થવાની હજી બાકી છે. થોડાં સમય પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે નીતિશ દિવાળીના અવસર પર ફિલ્મની જાહેરાત કરી શકે છે અને ફેબ્રુઆરીથી તે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પ્રભાસ અને કૃતિ સેનનની ‘આદિપુરુષ’ રામાયણ પર બની હતી, જેની લોકોએ ડાયલોગ તેમજ વેશભૂષાને લઈને ભારે ટીકા કરી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો