Arun Govil On Adipurush: ‘આદિપુરુષ ‘ રિલીઝ થયા બાદ રામાયણના રામ એટલે કે અરુણ ગોવિલ ફરી એકવાર ચર્ચામાં છે. દર્શકોનું માનવું છે કે અરુણ ગોવિલની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી. રામાનંદ સાગરની રામાયણ જોનારા લોકોના મનમાં ભગવાન રામ, માતા સીતા અને હનુમાનજીની જે છબી છે તે આદિપુરુષમાં જોવા મળી ન હતી. ફિલ્મના મેકર્સનું કહેવું છે કે તેઓએ આજના યુગને અનુરૂપ ‘આદિપુરુષ’ ફિલ્મ તૈયાર કરી છે.
સરળ ભાષામાં કહીએ તો દરેક વ્યક્તિ તેને જોઈ અને સમજી શકે. પરંતુ આ વાતો દર્શકો પર અસર કરી રહી નથી. લોકો ‘આદિપુરુષ’નો જોરદાર વિરોધ કરતા જોવા મળે છે. ફિલ્મના મેકર્સ પર હનુમાનજીના પાત્રને ખોટી રીતે બતાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ કેટલાક લોકો એવું પણ માને છે કે આ ફિલ્મ દ્વારા ભગવાન રામની પણ મજાક ઉડાવવામાં આવી છે. પરંતુ મનોજ મુંતશીરે પોતાનો ખુલાસો રજૂ કરતી વખતે ઘણું કહ્યું છે.
પરંતુ હવે રામાયણના રામ અરુણ ગોવિલનું નિવેદન સામે આવ્યું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અરુણ ગોવિલને ‘આદિપુરુષ’ વિશે સવાલો પૂછવામાં આવ્યા. જ્યાં તેમની વાત પરથી લાગી રહ્યું હતું કે તે ફિલ્મને લઈને ખૂબ જ નિરાશ છે. અરુણ ગોવિલના મતે આ આસ્થાનો મુદ્દો છે. રામાયણ એ બધા માટે આસ્થા છે. તેની સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ. આધુનિકતા અને પૌરાણિકતાની વાત રામાયણ પર ન થવી જોઈએ.
આ પણ વાંચો : Adipurush Memes: આદિપુરુષની રિલીઝ પછી બન્યા ફની મીમ્સ, હસી-હસીને થઈ જશો લોટપોટ
અરુણ ગોવિલે કહ્યું કે વીએફએક્સ અને ઈફેક્ટ્સ બે અલગ વસ્તુઓ છે. પરંતુ પાત્રોને યોગ્ય રીતે રજૂ કરવા જરૂરી છે. રામાયણના રામના કહેવા પ્રમાણે, જો આ ફિલ્મ બાળકો માટે બનાવવામાં આવી છે, તો તેમને જ પૂછો કે શું તેમને આ ગમ્યું છે. ભાષાને લઈને તેમને કહ્યું કે તેને આ પ્રકારની ભાષા પસંદ નથી. અરુણ ગોવિલને આદિપુરુષમાં વપરાયેલી ભાષા જરા પણ પસંદ ન હતી. આ સિવાય તેમને આદિપુરુષ વિશે ઘણું બધું કહ્યું હતું.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:12 pm, Sat, 17 June 23