રામ ચરણે આનંદ મહિન્દ્રાને ‘નાટુ નાટુ’ ગીતના શીખવ્યા ડાન્સ સ્ટેપ્સ, જુઓ Viral Video

|

Feb 12, 2023 | 5:12 PM

વાયરલ વીડિયોમાં રામચરણ આનંદ મહિન્દ્રાને (Anand Mahindra) તેમની ફિલ્મ આરઆરઆરના ગીત નાટુ નાટુ પર ડાન્સ કરવાનું શીખવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રામ ચરણે આનંદ મહિન્દ્રાને નાટુ નાટુ ગીતના શીખવ્યા ડાન્સ સ્ટેપ્સ, જુઓ Viral Video
Ramcharan - Anand Mahindra
Image Credit source: Twitter

Follow us on

દેશના ફેમસ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણી વખત તે ટ્વિટર પર આવી વાતો શેયર કરે છે જે વાયરલ થઈ જાય છે. હાલમાં જ તેને આરઆરઆર એક્ટર રામચરણ સાથે આવો એક વીડિયો શેયર કર્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા શુક્રવારે હૈદરાબાદમાં મહિન્દ્રા જૂથની જેન3 ફોર્મ્યુલા ઈ રેસના લોન્ચિંગ સમયે એક્ટર રામ ચરણને મળ્યા હતા.

અહીં જુઓ વાયરલ વીડિયો

એક્ટર પાસેથી શિખ્યો નાટુ નાટુ સ્ટેપ

આ દરમિયાન તે એક્ટર પાસેથી નાટુ-નાટુ ગીતના ડાન્સ સ્ટેપ શીખતો જોવા મળ્યા હતા. તેમને ટ્વિટર પર તેનો એક વીડિયો પણ શેયર કર્યો છે. વીડિયોમાં રામ ચરણ આનંદ મહિન્દ્રાને તેમની ફિલ્મના ગીત પર ડાન્સ કરવાનું શીખવી રહ્યા છે. વીડિયો શેયર કરતાં આનંદે લખ્યું, “રેસ સિવાય, હૈદરાબાદ પ્રિકસમાં રામચરણ પાસેથી નાટુ નાટુના બેઝિક સ્ટેપ્સ શીખીને બોનસ પણ મળ્યું. આભાર મારા મિત્ર… ઓસ્કર માટે શુભેચ્છાઓ.”

આ ટ્વિટ પર રામચરણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેને લખ્યું, “આનંદ મહિન્દ્રાજી તમે મારા કરતા વધુ ઝડપથી આગળ વધ્યા. તે એક સુપર ફન ઈન્સ્ટ્રક્શન હતું. તમારી શુભેચ્છાઓ બદલ આભાર.

આ પણ વાંચો : મુંબઈ પહોંચ્યા સિદ્ધાર્થ-કિયારા, પાપારાઝી સાથે આ રીતે કર્યું સેલિબ્રેશન, જુઓ Video

આ ફિલ્મે વર્લ્ડવાઈડ 1250 કરોડથી વધુનો કર્યો છે બિઝનેસ

તમને જણાવી દઈએ કે હાલમાં જ આરઆરઆરનું ગીત નાટુ-નાટુ ઓસ્કારની ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં નોમિનેટ થયું છે. આ પહેલા એમએમ કીરાવાણી દ્વારા કમ્પોઝ કરાયેલું આ ગીતે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આરઆરઆર ભારત સિવાય પશ્ચિમી દેશોમાં પણ ઘણું પસંદ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મનું નિર્દેશન ફેમસ ડાયરેક્ટર એસએસ રાજામૌલી કર્યું છે. આ ફિલ્મમાં રામચરણ સિવાય જુનિયર એનટીઆરની પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ 1250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ પહેલા રાજામૌલી બાહુબલી જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી ચુક્યા છે.

Next Article