રાકેશ રોશન બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક, અભિનેતા, નિર્માતા, લેખક અને સંગીતકાર છે. તેણે ઈન્ડસ્ટ્રીને એકથી વધુ હિટ ફિલ્મો આપી છે. જ્યારે રાકેશ રોશનની મજબૂત અભિનયએ પ્રશંસા મેળવી હતી, ત્યારે તેમના દ્વારા લખાયેલી વાર્તાઓએ દર્શકોના દિલ જીતી લીધા હતા. તેણે ઉત્તમ દિગ્દર્શન કરીને બધાને પોતાના દિવાના બનાવી દીધા.
70થી 80ના દાયકા સુધી તેણે પોતાની એક્ટિંગથી ધૂમ મચાવી હતી. આ સિવાય તેણે ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. રાકેશ ‘કહો ના.. પ્યાર હૈ’, ‘કોઈ.. મિલ ગયા’, ‘ક્રિશ’ અને ‘ક્રિશ 3’ જેવી સુપરહિટ ફિલ્મો માટે જાણીતા છે. આજે તેઓ તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ઉંમરના આ તબક્કે પણ તેમનો ઝલવો હજુ ચાલુ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે અમે તેમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ બાબતો વિશે વાત કરીશું.
આ પણ વાંચો : Happy birthday Rishi Kapoor : ઋષિ કપૂરના એ 5 રોલ્સ જેણે તેમને એક વર્સટાઈલ એક્ટર બનાવ્યા, જુઓ Photos
રાકેશ રોશનનો જન્મ 6 સપ્ટેમ્બર 1949ના રોજ બોમ્બેમાં થયો હતો. અભિનેતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ 1970માં ‘ઘર-ઘર કી કહાની’ હતી અને દિગ્દર્શક તરીકેની તેમની પ્રથમ ફિલ્મ 1987માં આવેલી ‘ખુદગર્જ’ હતી, જેમાં અભિનેતા શત્રુઘ્ન સિંહા અને જિતેન્દ્ર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. રાકેશ રોશને બોલિવૂડમાં ‘કોઈ મિલ ગયા’, ‘કરણ-અર્જુન’, ‘ક્રિશ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ સિવાય તેણે ‘સીમા’, ‘મન મંદિર’, ‘આંખો આંખો મેં’, ‘બુનિયાદ’, ‘જૂઠા કહીં કા’, ‘ખૂબસુરત’, ‘ખટ્ટા મીઠા’ જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. ‘
ઘણી સુપરહિટ ફિલ્મો આપનારા રાકેશ રોશનના માથાના વાળ તમે જોયા નહીં હોય. વાસ્તવમાં તે શરૂઆતથી ટાલ નથી પરંતુ તેની પાછળ એક કિસ્સો છે. રાકેશે 1987માં ફિલ્મ ખુદગર્જથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મની રિલીઝ પહેલા તેણે તિરુપતિના મંદિરમાં પ્રતિજ્ઞા લીધી હતી કે જો ફિલ્મ હિટ થશે તો તે માથું મુંડન કરાવશે. ખુદગર્ઝ હિટ બની હતી પરંતુ રાકેશ તેની પ્રતિજ્ઞા ભૂલી ગયો હતો. બાદમાં તેની પત્ની પિંકીએ તેને આ વાત યાદ કરાવતાં તેણે માથું મુંડાવ્યું હતું.
તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં રાકેશ રોશનની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી હતી. 1984માં રિલીઝ થયેલી તેમની ફિલ્મો ‘જાગ ઊઠા ઈન્સાન’ અને 1986માં રિલીઝ થયેલી ‘ભગવાન દાદા’ થિયેટરોમાં ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ પછી તેને એક ચાહકનો પત્ર મળ્યો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે તેણે તેની ફિલ્મોનું નામ ‘K’ અક્ષરથી રાખવું જોઈએ, પરંતુ તેણે આ તરફ ધ્યાન આપ્યું નહીં. તેમની ફિલ્મ ખુદગર્જ 1987માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સુપરહિટ બની હતી. ત્યારબાદ રાકેશ રોશને ‘K’ અક્ષરને પોતાના લકી ચાર્મ તરીકે સ્વીકાર્યો. આ પછી તેણે ‘કહો ના પ્યાર હૈ’, ‘કોઈ મિલ ગયા’ અને ‘ક્રિશ’ જેવી હિટ ફિલ્મો આપી.
પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપનાર રાકેશ રોશન એક સમયે ડરના છાયામાં રહેતા હતા. માત્ર રાકેશ રોશન જ નહીં પરંતુ તે દિવસોમાં બોલિવૂડના લગભગ દરેક અભિનેતા અને નિર્દેશકને અંડરવર્લ્ડથી ખતરો હતો. શાહરૂખ ખાનથી લઈને ગુલશન કુમાર સુધી દરેકને અંડરવર્લ્ડ ગેંગસ્ટર અબુ સલેમ અને છોટા શકીલ તરફથી ધમકીભર્યા ફોન આવતા હતા અને પૈસાની માંગણી કરતા હતા. ગુલશન કુમારની હત્યા થઈ ત્યારથી આ ડર ઘણો વધી ગયો હતો.
રાકેશ રોશને વર્ષ 2000માં કહો ના પ્યાર હૈ દ્વારા તેમના પુત્ર રિતિક રોશનને બોલિવૂડમાં લોન્ચ કર્યો હતો. તે સમયે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. 10 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 62 કરોડની રેકોર્ડ કમાણી કરી હતી. આ પછી રાકેશ રોશનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ના નફામાં ભાગ આપવા માટે અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવી હતી. પરંતુ રાકેશ રોશને પૈસા આપવાની ના પાડી દીધી હતી. જે બાદ વર્ષ 2000માં રાકેશ રોશન પર અંડરવર્લ્ડના લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન રાકેશ રોશનને બે ગોળી વાગી હતી.
Published On - 9:49 am, Wed, 6 September 23