
આજે સુપરસ્ટાર રજનીકાંતનો (Rajinikanth) જન્મદિવસ છે. રજનીકાંત માત્ર સાઉથનો જ નહીં પણ બોલિવૂડનો પણ સ્ટાર છે. તેણે એકથી વધુ હિટ ફિલ્મો આપી છે. એટલું જ નહીં આજે પણ તે યુવા કલાકારોને પોતાની એક્ટિંગથી કોમ્પિટિશન આપે છે. આ જ કારણ છે કે ચાહકો હંમેશા તેની ફિલ્મો જોવા માટે ઉત્સુક રહે છે. રજનીકાંતે પણ ફિલ્મો દ્વારા સારી કમાણી કરી છે.
તે સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સની યાદીમાં સામેલ છે. કરોડોમાં ફી લેનારા રજનીકાંત પાસે આલીશાન ઘર પણ છે. આજે, રજનીકાંતના જન્મદિવસ પર તેમની કુલ સંપત્તિ વિશે જણાવીએ.
caknowledgeના રિપોર્ટ અનુસાર રજનીકાંતની કુલ સંપત્તિ 365 કરોડ છે. રજનીકાંતની નેટવર્થ ઘણી ઊંચી છે. જોકે તે ચેરિટીમાં પણ ઘણા પૈસા ખર્ચે છે. એટલું જ નહીં અભિનેતા વિશે એવું પણ કહેવાય છે કે, જો તેની કોઈપણ ફિલ્મ ફ્લોપ થાય છે, તો તે નિર્માતાને તેની ફી પરત કરે છે. વેબસાઈટ અનુસાર રજનીકાંત એક ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.
રજનીકાંતનું ચેન્નાઈમાં એક સુંદર ઘર છે જે તેણે વર્ષ 2002માં બનાવ્યું હતું. રજનીકાંતનું ઘર એકદમ લક્ઝરી છે અને અભિનેતાએ ઘરને ઘણી એન્ટિક વસ્તુઓથી સજાવ્યું છે.
બાકીના સ્ટાર્સની જેમ રજનીકાંત પાસે 10 લક્ઝરી કાર નથી. તેમની પાસે માત્ર 3 વાહનો છે જે તેમના માટે ઘણું છે. તે વાહનોની યાદીમાં ટોયોટા ઈનોવા, રેન્જ રોવર અને બેન્ટલીનો સમાવેશ થાય છે.
caknowledgeના રિપોર્ટ અનુસાર, રજનીકાંતનું 100-120 કરોડ રૂપિયાનું રોકાણ છે.
રજનીકાંતે 1975માં તમિલ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણી તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું. આ પછી વર્ષ 1982માં રજનીકાંતે ફિલ્મ અંધા કાનૂનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં રજનીકાંતની સાથે હેમા માલિની અને રીના રોય પણ મહત્વના રોલમાં હતા.
પહેલી જ હિન્દી ફિલ્મથી રજનીકાંતે સાઉથ પછી બોલિવૂડમાં પોતાનો જાદુ ફેલાવ્યો. આ પછી રજનીકાંતે સાઉથની સાથે હિન્દી ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું. રજનીકાંત હમણાં જ છેલ્લી ફિલ્મ અન્નતેમાં દેખાયા હતા જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી.
રજનીકાંતને થોડા દિવસો પહેલા જ ઇન્ડસ્ટ્રીમાં તેમના શાનદાર કામ માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પુરસ્કાર પ્રાપ્ત કરતી વખતે, રજનીકાંતે તેમના સંઘર્ષના દિવસોને યાદ કર્યા અને તેમના ચાહકો, પરિવાર અને તે બધા લોકોનો આભાર માન્યો જેમણે હંમેશા તેમને સારા કામ કરવા માટે ટેકો આપ્યો અને પ્રોત્સાહિત કર્યા.
આ પણ વાંચો: Exam Tips: બાળકોની પરીક્ષા વખતે માતા-પિતાએ આ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન, મળશે સફળતા
આ પણ વાંચો: ‘પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચો, તો અન્ય આંદોલનના પણ પરત ખેંચો’, આ કોંગ્રેસ MLA એ કરી માગ