Rajesh Khanna Birth Anniversary : ખાસ મિત્રને લાત માર્યા બાદ જોરથી હસ્યા રાજેશ ખન્ના, આ રીતે પડી હતી મિત્રતામાં તિરાડ

|

Dec 29, 2022 | 7:33 AM

રાજેશ ખન્ના અને અમોલ પાલેકર ઘણા સારા મિત્રો હતા પરંતુ, બંનેની મિત્રતા ત્યારે તૂટી ગઈ જ્યારે એક સીન દરમિયાન રાજેશ ખન્નાએ અમોલને જોરથી લાત મારી. તમને જણાવી દઈએ કે, અમોલે પહેલા જ આ સીન કરવાની ના પાડી દીધી હતી.

Rajesh Khanna Birth Anniversary : ખાસ મિત્રને લાત માર્યા બાદ જોરથી હસ્યા રાજેશ ખન્ના, આ રીતે પડી હતી મિત્રતામાં તિરાડ
Rajesh Khanna Birth Anniversary

Follow us on

રાજેશ ખન્નાનું નામ હિન્દી સિનેમાના એવા કલાકારોમાં સામેલ છે, જે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેઓ આજે પણ પોતાના અભિનયથી લોકોના દિલમાં અમર છે. રાજેશ ખન્ના પોતાના અભિનયમાં માત્ર અભિનય જ નહોતા કરતા, પરંતુ તેઓ પોતાના અભિનયમાં પ્રાણ પૂરતા હતા. આજે રાજેશ ખન્નાની જન્મજયંતિ છે, જેમણે દરેક સીનને સંપૂર્ણ નિષ્ઠાથી શૂટ કર્યો હતો. આજે સમગ્ર મનોરંજન જગત તેમને એક મહાન કલાકાર તરીકે યાદ કરી રહ્યું છે. આ ખાસ અવસર પર, ચાલો જાણીએ તે વાર્તા વિશે, જે રાજેશ ખન્નાના ચાહકો કદાચ જાણતા ન હોય. તો ચાલો તમને તેમના જીવનની ભૂલનો પરિચય કરાવીએ જેણે તેમની ખાસ મિત્રતામાં કાયમ માટે તિરાડ પાડી હતી.

વાસ્તવમાં, કેટલીકવાર ફિલ્મોમાં કેટલાક એવા દ્રશ્યોની ડિમાન્ડ હોય છે જેના માટે કલાકારો તૈયાર નથી હોતા. આવી જ એક ઘટના રાજેશ ખન્નાના જીવનમાં પણ બની હતી પરંતુ, આ બાબત તેની નહી પણ તેના ખાસ મિત્ર અમોલ પાલેકર સાથે સંબંધિત હતી. રાજેશ ખન્ના અને અમોલ પાલેકર બંને ફિલ્મના એક સીનમાં હતા, પરંતુ એ સીનમાં કંઈક એવું કરવું હતું જેના માટે અમોલ તૈયાર ન હતા. નિર્માતા-નિર્દેશક અમોલને સમજાવવાના પૂરા પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે રાજી ન થયા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ફિલ્મ ‘આંચલ’ના આ સીન માટે અમોલ તૈયાર નહોતા

ફિલ્મનું નામ હતું ‘આંચલ’. વર્ષ 1980માં આવેલી આ ફિલ્મમાં રાજેશ ખન્ના, રેખા, અમોલ પાલેકર, પ્રેમ ચોપરા અને રાખી મહત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મના નિર્દેશક અનિલ ગાંગુલી હતા. ફિલ્મમાં રાજેશ ખન્નાથી નાની ઉંમરના અમોલ પાલેકર અને રાખી તેના ભાઈ-ભાભીની ભૂમિકા ભજવી રહ્યા હતા. અહેવાલો અનુસાર અમોલે આ સીનનો ઇનકાર કર્યા પછી, રાજેશ ખન્ના અને નિર્દેશક અનિલ ગાંગુલીએ મળીને તેને એક યુક્તિ દ્વારા આ સીન કરવા માટે મનાવી લીધો હતો. સીન તો પૂરો થયો પણ પરિણામ સારું ન આવ્યું.

રાજેશ ખન્નાએ સીન કરાવવાનો બનાવ્યો હતો પ્લાન

સીન એવો હતો કે અમોલ પાલેકરે પોતાની ભૂલ સ્વીકારીને રાજેશ ખન્નાની માફી માંગવાની હતી. અમોલે રાજેશ ખન્નાના પગ પકડીને માફી માંગવાની હતી અને તે જ સમયે રાજેશ ખન્નાએ તેને લાત મારવાની હતી. અમોલે આ સીન કરવા માટે મનાઈ કરી દીધી. જ્યારે અમોલ કોઈપણ રીતે તૈયાર ન હતો, ત્યારે રાજેશ ખન્ના અને અનિલ ગાંગુલીએ એક પ્લાન બનાવ્યો અને તેની પાસે આ સીન કરાવ્યો. બંનેએ એમ કહીને અમોલને સમજાવ્યો કે તેણે માત્ર ઘૂંટણિયે પડીને રાજેશ ખન્નાની માફી માંગવાની છે. જેના માટે તે સંમત પણ થયો હતો.

પછી ખાસ મિત્રતા કાયમ માટે તૂટી ગઈ

આ પછી જ્યારે આ સીન શૂટ થઈ રહ્યો હતો, ત્યારે અમોલ ઘૂંટણિયે પડીને રાજેશ ખન્નાની માફી માંગી રહ્યો હતો, ત્યારે ડિરેક્ટરે રાજેશ ખન્નાને ઈશારો કરીને અમોલ પાલેકરને નીચે લાત મારવાનું કહ્યું. રાજેશ ખન્નાએ આવું કરતા જ અમોલ પાલેકર ચોંકી ગયા હતા. તેના ઇનકાર પછી પણ આ સીન શૂટ કરવામાં આવ્યો હતો, તે પણ જુઠ્ઠું બોલીને. અમોલ પાલેકર જમીન પર પડી જતાં રાજેશ ખન્ના અને અનિલ ગાંગુલી બંને હસવા લાગ્યા, પરંતુ અમોલ પાલેકર ચૂપ રહ્યા. વાસ્તવિક જીવનમાં અમોલ અને રાજેશ ખૂબ જ ખાસ મિત્રો હતા પરંતુ, આ ફિલ્મ પછી તેમની મિત્રતા કાયમ માટે તૂટી ગઈ.

Next Article