Raghav Parineeti Engagement: બોલિવૂડની પંજાબી ગર્લ પરિણીતી ચોપરા 13મી મેના રોજ આપના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરવા જઈ રહી છે. પરિણીતી અને રાઘવની સગાઈની તૈયારીઓ મુંબઈથી લઈને દિલ્હી સુધી ચાલી રહી છે. બંનેની સગાઈ પંજાબી રીતિ-રિવાજથી થશે. સગાઈમાં માત્ર પરિણીતી અને રાઘવના પરિવારના સભ્યો અને ખાસ મિત્રો જ હાજર રહેશે. પરિણીતીએ સગાઈ માટે એક ખાસ થીમ પણ નક્કી કરી છે.
પરિણીતી સગાઈની તૈયારીઓ માટે ઘણા દિવસો પહેલા જ દિલ્હી પહોંચી ગઈ હતી. ડ્રેસથી લઈને ડેકોરેશન સુધીની દરેક વસ્તુ ખાસ થીમ મુજબ તૈયાર કરવામાં આવી રહી છે. પરિણીતી અને રાઘવ બંને પંજાબી પરિવારમાંથી છે, તેથી સગાઈનો કાર્યક્રમ પંજાબી રીત-રિવાજ સાથે થશે. સગાઈ પહેલા બપોરે 12-1 વાગ્યાની આસપાસ સુખમણી સાહેબના પાઠ થશે. અરદાસ બાદ ભોજનનો કાર્યક્રમ યોજાશે.
રીંગ સેરેમની પાર્ટી સાંજે યોજાશે. જ્યાં પરિણીત-રાઘવ એકબીજા સાથે રીંગ એક્સચેન્જ કરશે. સગાઈ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યું છે. રાઘવ-પરિણીતીની સગાઈમાં લગભગ 150 લોકો હાજરી આપશે. જેમાં પરિવારના સભ્યો, પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સામેલ થશે.
પરિણીતીએ સગાઈની થીમ પેસ્ટલ કલર્સ આધારિત રાખી છે. પરિણીતી પોતે ખૂબ જ સિમ્પલ અને એલિગન્ટ લૂકમાં દેખાશે. અભિનેત્રીએ આ માટે પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો ઈન્ડિયન આઉટફીટ પસંદ કર્યા છે. જ્યારે રાઘવ ચઢ્ઢા મિનિમલ અચકન પહેરશે. રાઘવે સગાઈ માટે તેના મામા અને ફેશન ડિઝાઈનર પવન સચદેવાના આઉટફીટની પસંદગી કરી છે.
તમને જણાવી દઈએ કે રાઘવ અને પરિણીતીની સગાઈ એક પર્સનલ ઈવેન્ટ હશે, જેમાં બોલિવૂડ અને રાજનીતિ સાથે જોડાયેલી હસ્તીઓ સામેલ થશે. જો કે હજુ સુધી બંનેના લગ્નની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઓક્ટોબરમાં લગ્ન કરી શકે છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો