Parineeti Raghav Engagement:રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા 13 મેના રોજ સાંજે દિલ્હીમાં થશે સગાઈ! મુંબઈમાં શણગારેલું જોવા મળ્યું ‘કન્યા’નું ઘર

|

May 12, 2023 | 12:02 PM

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ હજુ સુધી તેમના સંબંધો અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને 13 મેની સાંજે દિલ્હીમાં સગાઈ કરશે.

Parineeti Raghav Engagement:રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા 13 મેના રોજ સાંજે દિલ્હીમાં થશે સગાઈ! મુંબઈમાં શણગારેલું જોવા મળ્યું કન્યાનું ઘર

Follow us on

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (parineeti chopra)અને ‘આમ આદમી પાર્ટી’ના નેતા રાઘવ ચઢ્ઢા  (raghav chaddha)છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોના સમાચારને લઈને ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને 13 મેના રોજ સગાઈ કરશે અને આ ઈવેન્ટ દિલ્હીમાં નજીકના મિત્રો અને સંબંધીઓ વચ્ચે યોજાશે. સગાઈ પહેલા મુંબઈમાં ‘કન્યા’ પરિણીતી ચોપરાના ઘરને સજાવવામાં આવ્યું છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

કન્યાનું ઘર સજાવેલું જોવા મળ્યું

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પરિણીતીનું ઘર લાઇટથી સજાવેલું જોવા મળી રહ્યું છે, જોકે આ દરમિયાન તેના કોઈ સંબંધી ત્યાં દેખાતા નથી. જણાવવામાં આવી રહ્યું છે કે 13 મેની સાંજે પરિણીતી અને રાઘવની સગાઈ દિલ્હીના કનોટ પ્લેસ પાસેના કપૂરથલા હાઉસમાં થશે. આ ઈવેન્ટ સંપૂર્ણ રીત રિવાજ સાથે કરવામાં આવશે, જેમાં માત્ર નજીકના મિત્રો અને સંબંધીઓ જ સામેલ થશે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

 

 

રાઘવ-પરિણીતી શું પહેરશે?

રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને રાઘવ આ ખાસ અવસર પર મેચિંગ કપડાં પહેરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાઘવના કપડાં તેના ફેશન ડિઝાઇનર પવન સચદેવાએ ડિઝાઇન કર્યા છે, જ્યારે પરિણીતીનો ડ્રેસ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી પરિણીતી ઘણી વખત મનીષના મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળી હતી, જેના કારણે રાઘવ સાથે તેની સગાઈના સમાચારે વધુ વેગ પકડ્યો હતો, તમને જણાવી દઈએ કે રાઘવ અને પરિણીતી ઘણી વખત ડિનર ડેટ અને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા છે.

 

 

પરિણીતિના પ્રોજેક્ટ્સ…

પરિણીતીના કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2011માં લેડીઝ વર્સીસ રિકી બહેલ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં હતો.  પરિણીતીના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તેની પાસે ચમકીલા અને કેપ્સ્યુલ ગિલ છે. તે ફરી એકવાર અક્ષય કુમાર સાથે કેપ્સ્યુલ ગિલમાં જોવા મળશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

Next Article