‘પુષ્પા-2 ધ રૂલ’નો ડાયલોગ થયો લીક, અલ્લુ અર્જુનને જોઈને ફેન્સ થયાં એક્સાઈટેડ, જુઓ Video

Pushpa The Rule: 'પુષ્પા' સ્ટાર અલ્લુ અર્જુનનો (Allu Arjun) એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક્ટરે એક ઈવેન્ટમાં અપકમિંગ ફિલ્મ 'પુષ્પા-2 ધ રૂલ'નો ડાયલોગ લીક કર્યો હતો.

પુષ્પા-2 ધ રૂલનો ડાયલોગ થયો લીક, અલ્લુ અર્જુનને જોઈને ફેન્સ થયાં એક્સાઈટેડ, જુઓ Video
Pushpa 2
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 22, 2023 | 3:30 PM

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુનના (Allu Arjun) દુનિયાભરમાં ફેન્સ છે. એક્ટરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. પુષ્પા ફેમ એક્ટરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટર પોતે તેની અપકમિંગ ફિલ્મ ‘પુષ્પા-2 ધ રૂલ’ના ડાયલોગ બોલતો જોવા મળ્યો હતો.

ઈવેન્ટમાં અલ્લુ અર્જુન બન્યો ‘પુષ્પા’

અલ્લુ અર્જુને તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2 ધ રૂલ’ના ડાયલોગ જાણી જોઈને લીક કર્યો. હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તે ‘પુષ્પા 2 ધ રૂલ’નો ડાયલોગ બોલતો જોવા મળ્યો હતો. તેણે પોતાના ફેન્સને ખુશ કરવા માટે આવું કર્યું હતું. અલ્લુ અર્જુન ‘બેબી’ ની એપ્રિસિએશન મિટીંગમાં હાજર હતો જેમાં આનંદ દેવરકોંડા, વૈષ્ણવી ચૈતન્ય અને વિરાજ અશ્વિન લીડ રોલમાં છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

(VC: Twitter)

આ ઈવેન્ટમાં સ્ટેજ પર બોલ્યો ડાયલોગ

‘પુષ્પરાજ’ ઉર્ફે અલ્લુ અર્જુને આ ઈવેન્ટમાં સ્પીચ આપી હતી અને તેની અપકમિંગ ફિલ્મ ‘પુષ્પા 2 ધ રૂલ’નો ડાયલોગ્સ આપ્યો હતો. આઈકોન સ્ટારને તેની અપકમિંગ ફિલ્મની એક નાની ઝલક આપવા માટે કહેવામાં આવ્યું હતું અને અલ્લુ અર્જુને ફિલ્મના ડાયલોગ્સ બોલતા કહ્યું હતું કે, ‘ઇદંથા જારીગેડી ઓકટે રૂલ મીડા જરુગુતાનાદાદી, પુષ્પા ગાડી રૂલ.’ આ સાંભળીને કાર્યક્રમમાં હાજર ફેન્સ ઉત્સાહિત થઈ ગયા. ફેન્સ ‘પુષ્પા 2: ધ રૂલ’માં પુષ્પરાજ તરીકે અલ્લુ અર્જુનને ફરી એકશનમાં જોવા માટે આતુર છે.

આ પણ વાંચો : અનુપમ ખેરે 1976ની શેર કરી ક્લિપ, ચેલેન્જ આપી – દિગ્ગજોમાં કોણ કોણ છે સામેલ તેને ઓળખો?, જુઓ Video

આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે ફેન્સ

‘પુષ્પા 2 ધ રૂલ’ જ્યારથી મેકર્સે પ્રથમ પોસ્ટરને મોટા પાયે રીલીઝ કર્યું ત્યારથી તે લાઈમલાઈટમાં છે, નાના શહેરોથી લઈને મેટ્રો શહેરો સુધી દેશના લગભગ દરેક ક્ષેત્રમાં પહોંચ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન સુકુમારે કર્યું છે. તેમાં રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ પણ છે. આ ફિલ્મનું નિર્માણ માઈથ્રી મૂવી મેકર્સ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં આવતા વર્ષે રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો