પંજાબી સિંગર નિરવૈર સિંહનું નિધન, ઓસ્ટ્રેલિયામાં માર્ગ અકસ્માતનો બન્યા શિકાર

નિરવૈર સિંહ (Nirvair Singh) સિંગિંગમાં પોતાનું કરિયર બનાવવા માટે 9 વર્ષ પહેલા પત્ની અને બાળકો સાથે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયો હતો. મંગળવારે માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું.

પંજાબી સિંગર નિરવૈર સિંહનું નિધન, ઓસ્ટ્રેલિયામાં માર્ગ અકસ્માતનો બન્યા શિકાર
Nirvair Singh
| Edited By: | Updated on: Sep 01, 2022 | 5:20 PM

પંજાબી મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ફેમસ સિંગર સિદ્ધુ મુસેવાલા બાદ હવે વધુ એક પંજાબી સિંગરનું (Punjabi Singer) અવસાન થયું છે. પંજાબી સિંગર નિરવૈર સિંહનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. મળતી જાણકારી મુજબ નિરવૈર સિંહ (Nirvair Singh) સિંગિંગમાં પોતાનું કરિયર બનાવવા માટે 9 વર્ષ પહેલા પત્ની અને બાળકો સાથે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયો હતો. પરંતુ મંગળવારે ઓસ્ટ્રેલિયામાં એક ખતરનાક માર્ગ અકસ્માતમાં તેને જીવ ગુમાવ્યો હતો. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મંગળવારે બપોરે થયો હતો અકસ્માત

મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે જણાવ્યું કે મંગળવારે બપોરે લગભગ 3:30 વાગ્યે ડિગર્સ રેસ્ટમાં બુલ્લા-ડિગર્સ રેસ્ટ રોડ પર ત્રણ વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ખતરનાક અકસ્માત બાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. પરંતુ હજુ સુધી બંને સામે કોઈપણ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર મામલો ખોટી રીતે ડ્રાઈવિંગ કરવાનો છે.

 

 

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટની પોલીસે પણ ટ્વિટ કર્યું છે. આ સાથે પોલીસે લોકોને કહ્યું છે કે જો પોલીસે લોકોને અપીલ કરી છે કે કેસ સંબંધિત કોઈ જાણકારી મળે તો તે શેર કરે.

મૃત્યુના સમાચાર મળતાં જ ફેન્સ આઘાતમાં

પંજાબી સિંગર નિરવૈર સિંહના નિધનના સમાચાર મળતા જ તેના ફેન્સ અને મિત્રો આઘાતમાં છે. આ સિવાય પંજાબી સિંગર ગગન કોકરીએ પણ સિંગર નિરવૈર સિંહના નિધન પર શોક વ્યક્ત કરતી એક પોસ્ટ શેર કરી છે. ગગન કોકરીએ પોતાની પોસ્ટમાં લખ્યું- ‘આ આઘાતજનક સમાચાર સાથે મારી સવાર થઈ છે. હું અને નિરવૈર બંનેએ સાથે ટેક્સી પણ ચલાવી હતી. અમે બંનેએ પહેલીવાર સાથે ગીત ગાયું. પછી તમે કામમાં વ્યસ્ત થઈ ગયા. તમારું ગીત ‘તેરે બિના’ અત્યાર સુધીનું બેસ્ટ ગીત રહ્યું છે. તમે ખૂબ જ સરસ વ્યક્તિ હતા. હું તને ક્યારેય ભૂલી શકતો નથી.’

 

આલ્બમ ‘માય ટર્ન’ના ગીત ‘તેરે બિના’થી નિરવૈર સિંહે ઘણી પોપ્યુલારિટી મળી હતી. તેઓ તેમના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતા હતા.