Punjabi Singer : બોલિવુડ જગતમાંથી એક પછી એક દુખદ સમાચાર આવી રહ્યા છે. જાણીતા પંજાબી સિંગર બલવિદર સફરી (Punjabi singer Balvidar Safri)નું નિધન થયું છે, સિંગર બલવિંદર સફરીએ મંગળવારના રોજ અંતિમ શ્વાસ લીધા છે. તે 63 વર્ષના હતા. જાણવામાં આવી રહ્યું છે કે, પંજાબી સિંગર બલવિંદર સફરી છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા. જેને લઈ તેને હોસ્પિટલ (Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. 86 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘરે પહોંચ્યા બાદ તેની હેલ્થ રિકવર થઈ રહી હતી.
મીડિયામાં આવી રહેલા સમાચાર મુજબ પંજાબી સિંગર બલવિંદર સફરી સ્વાસ્થ સંબંધી પરેશાનિયોનો સામનો કરી રહ્યા હતા, પંજાબી ગાયકને ત્રિપલ બાયપાસ સર્જરી માટે મોકલવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, સર્જરી બાદ કેટલાક સમય સુધી કોમામાં રહ્યા હતા.હાલમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં અંદાજે 3 મહિનાના લાંબા સમય વિતાવ્યા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. તેનું સિટી સ્કેન પણ કરવામાં આવ્યું હતુ
તમને જણાવી દઈએ કે, બલવિંદર સફરીનું નામ પંજાબ જ નહિ પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત હતુ. વર્ષ 1990માં, તેણે બર્મિંગહામ, ઈંગ્લેન્ડમાં એક ભાંગડા જૂથની રચના કરી, જેનું નામ સફારી બોયઝ હતું. તેમના ભાંગડા ગ્રૂપને ઘણું નામ અને ખ્યાતિ મળી.
પંજાબી ગાયક બલવિંદર સફરીના નિધન બાદ તેમની અંતિમ વિદાય વખતે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં પણ તમામ કર્મચારીઓએ કોરિડોરમાં ઉભા રહીને પંજાબી ગાયકને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન, ભૂપિન્દર કુલ્લરે, તેમના ભાંગડા જૂથ સફરી બોયઝના સભ્ય, જે ટ્યૂબ્સી તરીકે જાણીતા છે, તેમની અંતિમ વિદાય સમયે ઢોલ ડ્રમ વગાડીને સ્વર્ગસ્થ ગાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જણાવી દઈએ કે, બલવિંદર સફરી ચાને મેરે મખ્ના, પાઓં ભાંગડા અને યાર લંગડે જેવા શ્રેષ્ઠ ગીતો ગાયા હતા, તે પંજાબી મનોરંજન જગતમાં જાણીતું નામ હતું.