PS 2 Box Office: 2 દિવસમાં 100 કરોડને પાર, Aishwarya Raiની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

PS 2 Box Office: સાઉથ સિનેમાની અસર અટકવાનું નામ નથી લઈ રહી. એક પછી એક એવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં કમાણી કરી રહી છે. હવે મણિરત્નમની ફિલ્મ પોનીયિન સેલ્વમ પાર્ટ 2એ (PS 2) 2 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે.

PS 2 Box Office: 2 દિવસમાં 100 કરોડને પાર, Aishwarya Raiની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ
PS 2 Box Office Collection
| Edited By: | Updated on: Apr 30, 2023 | 6:30 PM

PS 2 Box Office Collection: ઐશ્વર્યા રાય બચ્ચન અને વિક્રમ સ્ટારર ફિલ્મ પીએસ 2ની રિલીઝ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ પહેલા પાર્ટની જેમ સુપરહિટ નહીં થાય. ફિલ્મનું પ્રમોશન પણ બહુ જોરશોરથી કરવામાં આવ્યું ન હતું. પરંતુ હવે આ ફિલ્મ રિલીઝ થયા બાદ તેનાથી ઉલટું પરિણામ જોવા મળી રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મે રિલીઝના 2 દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને બધાને હેરાન કરી દીધા છે .

ઐશ્વર્યા રાયની ફિલ્મના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મને પહેલા પાર્ટ કરતા વધુ સારા રિવ્યુ મળી રહ્યા છે. જ્યારે ફેન્સ ફિલ્મના પહેલા પાર્ટને ધીમો ગણાવી રહ્યા હતા, ત્યારે બીજા પાર્ટની પ્રશંસા થઈ રહી છે અને તેને મસ્ટ વોચ મૂવી કહેવામાં આવી રહી છે. Sacnilk ના રિપોર્ટ મુજબ આ ફિલ્મે તેની રિલીઝના બીજા દિવસે 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મના પહેલા પાર્ટે પણ 2 દિવસમાં 100 કરોડની કમાણી કરી લીધી હતી અને બીજા પાર્ટે પણ આ કમાલ કરી બતાવી છે.

સાઉથમાં ખૂબ કરી કમાણી

પહેલા દિવસે ફિલ્મે 50 કરોડની કમાણી કરી હતી અને હવે બીજા દિવસે પણ તેની કુલ કમાણી 51 કરોડ થઈ ગઈ છે. હવે ફિલ્મનું 2 દિવસનું કુલ કલેક્શન 100 કરોડને પાર થઈ ગયું છે. આ ફિલ્મે તમિલમાં 34.25 કરોડની કમાણી કરી છે. આ સિવાય તેણે કર્ણાટકમાં 7.80 કરોડ, આંધ્રપ્રદેશમાં 5.85 કરોડ, કેરળમાં 5.10 કરોડ અને અન્ય સ્થળોએ 6.40 કરોડની કમાણી કરી છે.

ફિલ્મે દેશમાં જ બે દિવસમાં 60 કરોડની નજીકની કમાણી કરી લીધી છે. તેનું ઓવરસીઝ કલેક્શન બે દિવસમાં 51 કરોડ હોવાનું કહેવાય છે. તે મુજબ ફિલ્મે બે દિવસમાં દુનિયાભરમાં 110 કરોડની કમાણી કરી લીધી છે એવું કહી શકાય.

આ પણ વાંચો : Malaika Arora Trolled: ‘કિતના એટીટ્યુડ હૈ’, નેટીઝન્સને ન ગમ્યું મલાઈકાનું તેના ફેન્સ સાથેનું વર્તન, જુઓ Video

આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન લીડ રોલમાં છે અને તે ડબલ રોલમાં જોવા મળી છે. આ સિવાય વિક્રમ, પ્રકાશ રાજ, ત્રિશા કૃષ્ણન, ઐશ્વર્યા લક્ષ્મી અને જયમ રવિ જોવા મળ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન મણિરત્નમે કર્યું છે. તેના પહેલા પાર્ટે રિપોર્ટ મુજબ વર્લ્ડ વાઈડ 498 કરોડની કમાણી કરી હતી. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ તેના પહેલા પાર્ટનો આંકડો પાર કરી શકશે કે નહીં.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…