Gandhi Godse Ek Yudh: રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ સામે વિરોધ પ્રદર્શન, મેકર્સે બોલાવવી પડી પોલીસ

પ્રેસ કોન્ફરન્સની વચ્ચે કેટલાક લોકોએ ફિલ્મ 'ગાંધી ગોડસે એક યુદ્ધ' (Gandhi Godse Ek Yudh) સામે અવાજ ઉઠાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ જોઈને મુંબઈ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી.પોલીસે પ્રેસ કોન્ફરન્સના સ્થળે જ લોકોની ધરપકડ કરી હતી.

Gandhi Godse Ek Yudh: રાજકુમાર સંતોષીની ફિલ્મ ગાંધી ગોડસે એક યુદ્ધ સામે વિરોધ પ્રદર્શન, મેકર્સે બોલાવવી પડી પોલીસ
Gandhi godse ek yudh
Image Credit source: Teaser Video
| Edited By: | Updated on: Jan 21, 2023 | 10:15 PM

રાજકુમાર સંતોષી ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ સાથે નવ વર્ષ પછી મોટા પડદે પરત ફરવા માટે તૈયાર છે. 26 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે, તેનું ટ્રેલર સામે આવ્યું ત્યારથી વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ દરમિયાન ફિલ્મની કાસ્ટ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. શુક્રવારે ફિલ્મના પ્રમોશન દરમિયાન આ ફિલ્મ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયું હતું અને કાળા ઝંડા બતાવ્યા. વિરોધના કારણે મેકર્સે પોલીસ બોલાવવી પડી હતી.

લોકોએ ફિલ્મ વિરુદ્ધ કર્યું પ્રદર્શન

ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ સ્ટોરી અને નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે આ ફિલ્મ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના વારસાને નબળી પાડીને તેમની પ્રશંસા કરે છે. પ્રેસ કોન્ફરન્સની વચ્ચે શરૂ થયેલા આ પ્રદર્શનને જોઈને મુંબઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને સ્થળ પરથી કેટલાક લોકોની ધરપકડ કરી હતી. આ કાર્યક્રમમાં નિર્દેશક રાજકુમાર સંતોષી, એક્ટર દીપક અંતાણી અને એસોસિયર પ્રોડ્યુસર લલિત શ્યામ ટેકચંદાણી હાજર હતા. પ્રદર્શનકારીઓએ કાળા ઝંડા બતાવીને ગાંધી અમર રહેના નારા પણ લગાવ્યા હતા.

રાજકુમાર સંતોષીની દીકરી કરશે ડેબ્યૂ

મેકર્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ ફિલ્મ ગોડસેની પ્રશંસા કરતી નથી. આ ઘટનામાં કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન બને તે માટે પોલીસ બોલાવવામાં આવી હતી. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ જ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. રાજકુમાર સંતોષીની દીકરી તનિષા સંતોષી અને દીપક અંતાણી ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ સાથે જ ફિલ્મમાં ચિન્મય માંડલેકર પણ મહત્વની રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો :

Kantara 2: ઋષભ શેટ્ટીએ ‘કંતારા 2’ પર શરૂ કર્યું કામ, બજેટ સાંભળીને થઈ જશો હેરાન

આવતા વર્ષે રિલીઝ થશે આ ફિલ્મ

તમને જણાવી દઈએ કે ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’થી રાજકુમાર સંતોષી નવ વર્ષ પછી કમબેક કરી રહ્યા છે અને તેની સાથે તેને પોતાના નવા પ્રોજેક્ટની પણ જાહેરાત કરી છે. તેને કહ્યું કે આવતા વર્ષે તે ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત ફિલ્મ ‘લાહોરઃ 1947’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મમાં સની દેઓલ જોવા મળશે. સની દેઓલ હાલમાં તેની ફિલ્મ ‘ગદર 2’માં વ્યસ્ત છે.