કાર્તિક આર્યનના ફેન્સ માટે સારા સમાચાર, ભૂલ ભુલૈયા 3માં પણ મળશે જોવા, જાણો ક્યારે થશે રિલીઝ

કાર્તિક આર્યનના (Kartik Aaryan) ફેન્સ માટે વર્ષ 2023ની શરૂઆત ખૂબ જ ખાસ બની ગઈ છે. જ્યાં વર્ષ 2022માં ફિલ્મ ભૂલ ભુલૈયાના બીજા પાર્ટે હિન્દી ઓડિયન્સનું ખૂબ જ એન્ટરટેઈન કર્યું હતું, ત્યાં હવે વર્ષ 2025માં ફિલ્મના ત્રીજા પાર્ટને લઈને મોટાં અપડેટ્સ સામે આવી રહ્યા છે.

કાર્તિક આર્યનના ફેન્સ માટે સારા સમાચાર, ભૂલ ભુલૈયા 3માં પણ મળશે જોવા, જાણો ક્યારે થશે રિલીઝ
Kartik Aaryan
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jan 10, 2023 | 6:37 PM

Bhool Bhulaiyaa 3 Release: કાર્તિક આર્યન માટે વર્ષ 2022 ખૂબ જ ખાસ હતું. બોક્સ ઓફિસ પર પણ તેની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 ને ફેન્સનો ફુલ સપોર્ટ મળ્યો હતો તો બીજી તરફ તેની રિલીઝ થયેલી ફિલ્મ ફ્રેડીને પણ ઓટીટી પર ખૂબ પસંદ કરવામાં આવી હતી. વર્ષ 2022ની જેમ કાર્તિકનું વર્ષ 2023 પણ શાનદાર રહેશે તેવું લાગે છે. એક્ટરના ફેન્સ માટે નવા સારા સમાચાર સામે આવ્યા છે. કાર્તિકને ભૂલ ભુલૈયા સિરીઝના ત્રીજા પાર્ટ માટે તેને જ કાસ્ટ કરવામાં આવ્યો છે.

પ્રોડ્યુસરે કર્યું કન્ફર્મ

મીડિયા સાથેની વાતચીતમાં ભૂષણ કુમારે આ વાતને કન્ફર્મ કરી છે કે કાર્તિક આર્યન ફિલ્મના ત્રીજા પાર્ટમાં પણ જોવા મળશે. તે વર્ષ 2025માં રિલીઝ થશે. ભૂષણ કુમારે આ વિશે વાત કરતાં કહ્યું કે ફિલ્મને લઈને પ્રારંભિક સ્તર પર કામ ચાલી રહ્યું છે. તેના બીજા પાર્ટ અને ત્રીજા પાર્ટની ગેપ ભરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યારે ફિલ્મ પર ઘણું ડેવલપમેન્ટ કરવાનું બાકી છે. તેનું શૂટિંગ વર્ષ 2024થી થશે અને આ ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થશે.

ફિલ્મના બીજા પાર્ટમાં જ્યારે કાર્તિક આર્યનને અક્ષય કુમારની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવ્યો હતો, તે દરમિયાન વિરોધ જોવા મળ્યો હતો. લોકો માનતા હતા કે અક્ષયને કાર્તિક રિપ્લેસ કરી શકશે નહીં અને અક્ષયે જ પહેલા પાર્ટની જેમ બીજા પાર્ટમાં પણ રોલ પ્લે કરવો જોઈએ. પરંતુ પ્રોડ્યુસરે કાર્તિક પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને લોકોને નિરાશ કર્યા નહીં. તેમજ બીજા પાર્ટમાં કાર્તિકની એક્ટિંગને ધ્યાનમાં રાખીને તેને ત્રીજા પાર્ટમાં લેવામાં આવ્યો છે.

ભૂલ ભુલૈયા 2 રહી ચોથી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 સૌથી વધુ કમાણી કરવાના મામલે ચોથા સ્થાન પર રહી છે. આ ફિલ્મે ભારતમાં 185.92 કરોડની કમાણી કરી હતી, જ્યારે તેની ફિલ્મનું વર્લ્ડ વાઈડ ક્લેક્શન 266.88 કરોડ હતું. કાર્તિકે પણ ફેન્સનો આભાર માન્યો અને આ ફિલ્મની સફળતાથી તે ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. હવે ફેન્સને તો આ પાર્ટની જેમ ફિલ્મના ત્રીજા પાર્ટથી પણ ઘણી આશાઓ છે.