Priyanka Chopra: બોલિવુડમાં પ્રિયંકા ચોપરાને કોઈ આપી ન રહ્યું હતું કામ, વાંચો એક્ટ્રેસે કરેલા ખુલાસાની વિગતો

Why Priyanka Chopra Move Out Of Bollywood: બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) પહેલીવાર ખુલાસો કર્યો છે કે તેણે શા માટે બોલિવુડ છોડીને હોલીવુડમાં જવું પડ્યું હતું. આખરે શું કારણ હતું કે તેને અમેરિકા જઈને ફિેલ્મોમાં કામ કરવું પડ્યું?

Priyanka Chopra: બોલિવુડમાં પ્રિયંકા ચોપરાને કોઈ આપી ન રહ્યું હતું કામ, વાંચો એક્ટ્રેસે કરેલા ખુલાસાની વિગતો
Priyanka chopra
| Edited By: | Updated on: Mar 28, 2023 | 2:50 PM

Priyanka Chopra: બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હવે વિદેશી ગર્લ બની ગઈ છે. પ્રિયંકા આ દિવસોમાં બોલિવુડ કરતાં હોલીવુડમાં વધુ એક્ટિવ છે. પરંતુ પ્રિયંકા ચોપરાના ફેન્સ ખૂબ જ નારાજ છે કે તે હિન્દી ફિલ્મો છોડીને અંગ્રેજી ફિલ્મોમાં કામ કરી રહી છે. હવે પ્રિયંકા ચોપરાએ પોતે જ ખુલાસો કર્યો છે કે તેને હોલીવુડમાં શા માટે જવું પડ્યું. પ્રિયંકા ઈન્ડસ્ટ્રીમાં પોલિટિક્સનો શિકાર બની રહી હતી, જેના કારણે તેણે ફિલ્મોમાંથી બ્રેક લીધો અને તે હોલિવુડ તરફ વળી.

મ્યૂઝિક વીડિયોમાં મળ્યો પહેલો બ્રેક

પ્રિયંકા ચોપરાએ એક પોડકાસ્ટમાં કહ્યું કે જ્યારે તે ફિલ્મ ‘સાત ખૂન માફ’નું શૂટિંગ કરી રહી હતી. તે સમયે અંજુલા આચાર્યએ તેને એક મ્યુઝિક વીડિયોમાં જોયો અને તેને ફોન કર્યો. તેણે પ્રિયંકા સાથે યુએસમાં મ્યુઝિકમાં કરિયર બનાવવાની વાત કરી. તે સમયે પ્રિયંકા પણ બોલિવુડમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહી હતી.

બોલિવુડમાં પોલિટિક્સનો શિકાર બની રહી હતી પ્રિયંકા

પ્રિયંકાએ કહ્યું કે તે સમયે ‘મને બોલિવૂડમાં સાઈડલાઇન કરવામાં આવી રહી હતી. લોકો મને ફિલ્મોમાં કાસ્ટ કરતા ન હતા. મને લોકો સાથે તકલીફ થવા લાગી હતી. મને પોલિટિક્સ કેવી રીતે કરવી તે આવડતું ન હતું અને મારી વિરુદ્ધ કરવામાં ચાવી રહેલી પોલિટિક્સથી હું કંટાળી ગઈ હતી. મને તે સમયે એક બ્રેકની જરૂર હતી. આ મ્યુઝિક વીડિયોએ મને બીજી દુનિયામાં જવાનો મોકો આપ્યો.

સારી ફિલ્મોમાં કામ મળવાનું થઈ ગયું હતું બંધ

પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, ‘મને તે ફિલ્મોમાં કામ કરવું ન ગમતું જેને હું કરવા માંગતી નથી. મને મજબૂરીમાં કેટલીક ક્લબો અને ગ્રુપનો ભાગ બનવું પડી રહ્યું હતું. તેમની વાત માનવી પડી રહી હતી. મને ઈન્ડસ્ટ્રીમાં એટલો લાંબો સમય થઈ ગયો હતો કે ત્યારે હું આ બધું કરી શકતી ન હતી. જ્યારે મને અમેરિકામાં મ્યુઝિકમાં કામ કરવાનો મોકો મળ્યો ત્યારે મેં વિચાર્યું કે જે થવું હોય તે થાય, હું જઈ રહી છું.

આ પણ વાંચો : અમેરિકન શો ધ બિગ બેંગ થિયરીમાં થયું Madhuri Dixit નું અપમાન, વ્યક્તિએ Netflixને મોકલી નોટિસ

હોલીવુડમાં પ્રિયંકાએ છોડી એક્ટિંગની સારી છાપ

પ્રિયંકા ચોપરાને અમેરિકામાં ઘણા શાનદાર મ્યુઝિક વીડિયોમાં કામ કરવાની તક મળી. તેણે મ્યુઝિક સ્ટાર પીટબુલ, વિલ.આઈ.એમ., ફેરેલ વિલિયમ્સ જેવા લોકો સાથે કામ કર્યું, પરંતુ તેને વધારે સફળતા મળી નહીં. પ્રિયંકાને બહુ જલ્દી સમજાઈ ગયું કે તે મ્યુઝિકને બદલે એક્ટિંગમાં સારું કામ કરી શકે છે. પ્રિયંકાએ એબીસીની ક્વોન્ટિકોમાં લીડ રોલ પ્લે કર્યો અને તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ પછી પ્રિયંકાને બેવોચ, મેટ્રિક્સઃ રિવોલ્યુશન, ધ વ્હાઈટ ટાઇગરમાં એક્ટિંગ કરવાની તક મળી. હવે પ્રિયંકા ટૂંક સમયમાં ‘સિટાડેલ’માં જોવા મળશે. પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘લવ અગેન’ પણ મે મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…