પ્રિયંકા ચોપરાએ મોરબી બ્રિજ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું, પોસ્ટ શેર કરીને કહી આ વાત

ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ફરી એકવાર મુંબઈ પરત ફરી છે. અભિનેત્રી ભારત આવીને ઘણી ખુશ છે. અભિનેત્રીએ ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના બદલ શોક પણ વ્યક્ત કર્યો હતો.

પ્રિયંકા ચોપરાએ મોરબી બ્રિજ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું, પોસ્ટ શેર કરીને કહી આ વાત
ગુજરાતના મોરબીમાં થયેલા બ્રિઝ અક્સ્માતથી સૌ કોઈ ચિંતિત
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Nov 02, 2022 | 10:02 AM

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ફરી એકવાર ભારત પરત ફરી છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી 3 વર્ષ પછી ભારત પરત ફરી છે. એખ દિવસે પહેલા જ અભિનેત્રી મુંબઈ આવવાના સમાચાર આખો દિવસ સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા. પ્રિયંકાના વીડિયોથી લઈને ફોટો સુધી તે ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ હતી. અભિનેત્રી તેની પોસ્ટ દ્વારા તેના ચાહકોને પળેપળની માહિતી પણ આપી રહી હતી. અમેરિકાથી બહાર નીકળતા પહેલા જ પીસીએ અપડેટ કર્યું હતું, તે ભારત જવા રવાના થઈ ગઈ છે.

જો કે આ દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે પ્રિયંકા તેની પુત્રી માલતી સાથે આવશે. પરંતુ એવું ન બન્યું કે અભિનેત્રી એરપોર્ટ પર એકલી જોવા મળી. ભારત પહોંચ્યા બાદ પીસીએ પાપારાઝીનો આભાર માન્યો હતો. ભારત પરત ફરવાની ખુશી પ્રિયંકા ચોપરાના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. મુંબઈ શહેર અભિનેત્રીના હૃદયની ખૂબ નજીક છે. પરંતુ લગ્ન બાદથી પ્રિયંકા તેના પતિ સાથે વિદેશમાં રહે છે.

 

પોસ્ટ શેર કરી  દુખ વ્યક્ત કર્યું

આ બધા વચ્ચે પ્રિંયકાને જેવી મોરબીની દુર્ધટનાની જાણ થઈ તેમણે તરત જ પોસ્ટ શેર કરી  દુખ વ્યક્ત કર્યું હતુ. ગુજરાતના મોરબીમાં થયેલા બ્રિઝ અક્સ્માતથી સૌ કોઈ ચિંતિત છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું દિલ હચમચી ગયું મારી સંવેદના એ તમામ લોકોની સાથે છે જે ગુજરાતમાં બ્રિજ અક્સ્માતથી પ્રભાવિત થયા છે. જે ઘાયલ થયા છે તે જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છુ, જે લોકોના નિધન થયા છે. તેના માટે પણ પ્રાર્થના કરું છુ

 

પ્રિયંકા પ્રોફેશનલ વર્કને લઈ ભારત પરત ફરી

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા પ્રોફેશનલ વર્કને લઈ ભારત પરત ફરી છે. આ પહેલા અભિનેત્રી 3 વર્ષ પહેલા એટલે કે, 2019માં મુંબઈ આવી હતી. પીસી છેલ્લી વખત ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકમાં જોવા મળી હતી. અભિનેત્રીએ ફિલ્મના પ્રમોશન માટે ખુબ ભાગ-દોડ કરી હતી. ત્યારબાદ તે પરત ફરી છે તે ટુંક સમયમાં કૈટરીના કૈફ અને આલિયા ભટ્ટની સાથે એક ફિલ્મમાં જોવા મળશે.

Published On - 9:59 am, Wed, 2 November 22