Love Again Trailer: હોલિવૂડ એક્ટર સેમ હ્યુગન સાથે પ્રિયંકા ચોપરાનો રોમાન્સ, શાનદાર છે બંનેની કેમેસ્ટ્રી

Love Again Trailer Release: એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) લાંબા સમય બાદ પડદા પર પરત ફરી રહી છે. હોલીવુડની ફિલ્મ 'લવ અગેન'માં પ્રિયંકા ચોપરા સેમ હ્યુગન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર.

Love Again Trailer: હોલિવૂડ એક્ટર સેમ હ્યુગન સાથે પ્રિયંકા ચોપરાનો રોમાન્સ, શાનદાર છે બંનેની કેમેસ્ટ્રી
Priyanka Chopra
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 15, 2023 | 6:15 PM

Priyanka Chopra Hollywood Film: બોલિવુડથી લઈને હોલિવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આજે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. પ્રિયંકા ચોપરા કરોડો ફેન્સના દિલ પર રાજ કરે છે. પ્રિયંકાએ ક્વોન્ટિકો જેવા શો કરીને હોલીવુડમાં પોતાની એક્ટિંગની ક્ષમતા સાબિત કરી છે. હવે લાંબા સમય બાદ પ્રિયંકા ચોપરાની હોલીવુડ ફિલ્મ આવવાની છે. પ્રિયંકા ચોપરાની મોસ્ટ અવેટેડ હોલીવુડ ફિલ્મ ‘લવ અગેન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં પ્રિયંકાની શાનદાર એક્ટિંગ તમારું દિલ જીતી લેશે.

હોલીવુડમાં રિલીઝ થશે પ્રિયંકા ચોપરાની ‘લવ અગેન’

ફિલ્મ ‘લવ અગેન’માં પ્રિયંકા ચોપરા મીરાનો રોલ પ્લે કરી રહી છે. તેની અપોઝિટ સેમ હ્યુગન લીડ રોલમાં છે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેના ટ્રેલરની શરૂઆત સેમ હ્યુગનથી શરૂ થાય છે. સેમ તેના બ્રેકઅપમાંથી બહાર નીકળવા માટે એક મહિલાની મદદ લે છે. મીરાનો રોલ પ્લે કરી રહેલી પ્રિયંકા તેના બોયફ્રેન્ડના મૃત્યુ બાદ પણ તેને મેસેજ કરતી રહે છે.

તે સતત તેના બોયફ્રેન્ડના જૂના નંબર પર મેસેજ કરતી રહે છે. જ્યારે તે નંબર હવે રોબ એટલે કે સેમ પાસે છે. રોમ રોબ એક જર્નાલિસ્ટ છે, જે મીરાના પ્રેમ અને ઈમાનદારીથી ખૂબ જ પ્રભાવિત થાય છે. તે મીરાના પ્રેમમાં પડે છે અને તેને શોધવાનું શરૂ કરે છે.

‘લવ અગેન’માં હશે આ સરપ્રાઈઝ પેકેજ

ફિલ્મના 2 મિનિટ 28 સેકન્ડના ટ્રેલરમાં રોબ અને મીરાની આખી સ્ટોરી બતાવવામાં આવી છે. બંને કેવી રીતે અથડાય છે અને પછી કેવી રીતે મળે છે. ટ્રેલરમાં તમને એક મોટું સરપ્રાઈઝ પણ મળશે. જેને જોઈને તમે ખુશ થઈ જશો. ફિલ્મમાં પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસનો કેમિયો છે. બંને પહેલીવાર ફિલ્મી સ્ક્રીન શેયર કરશે. ફેન્સને આ જોડી ખૂબ પસંદ છે.

આ પણ વાંચો : આલિયા અને પુત્રી રાહા પર રણબીરે લાઈવ કોન્સર્ટમાં વરસાવ્યો પ્રેમ, જુઓ Video

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મ ‘લવ અગેન’નું ટ્રેલર પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યું છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમે આ ફિલ્મ ખૂબ જ મુશ્કેલ સમયમાં બનાવી છે, મોટાભાગનો સમય અમે અમારા પરિવારથી દૂર રહ્યા છીએ, પરંતુ દરેક દિવસ સેટ પર ખૂબ જ ખાસ પસાર થયો છે. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા અને સેમ હ્યુગનની આ ફિલ્મ 12 મે, 2023ના રોજ રીલિઝ થશે.