પ્રિયંકા ચોપરાએ વિદેશમાં ઉજવી ‘દેશી’ હોળી, નિક જોનસને રંગતી જોવા મળી ‘દેશી ગર્લ’

|

Mar 19, 2022 | 6:11 PM

અભિનેત્રી પ્રિયંકાએ પતિ નિક જોનાસ (Nick Jonas)સાથે લોસ એન્જલસમાં (Priyanka Chopra In Los Angeles) તેના સાસરિયાંના ઘરે જોરદાર હોળી રમી હતી, તેની સાથે અભિનેત્રીએ તેની મજાની હોળીની કેટલીક ઝલક પણ સોશિયલ મીડિયા પર શેયર કરી હતી.

પ્રિયંકા ચોપરાએ વિદેશમાં ઉજવી દેશી હોળી, નિક જોનસને રંગતી જોવા મળી દેશી ગર્લ
priyanka chopra celebrated holi

Follow us on

ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરાના (Priyanka Chopra) ઘરે આ દિવસોમાં ખુશીનો માહોલ છે. આવી સ્થિતિમાં અભિનેત્રીએ તેના પરિવાર સાથે ધમાકેદાર હોળીની ઉજવણી કરી (Priyanka Chopra Holi Special). અભિનેત્રી પ્રિયંકાએ પતિ નિક જોનાસ સાથે લોસ એન્જલસમાં (Priyanka Chopra In Los Angeles) તેના સાસરિયાંના ઘરે જોરદાર હોળી રમી હતી. તેની સાથે અભિનેત્રીએ તેની હોળીની ઉજવણી કરતી કેટલીક ઝલક પણ સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. વીડિયોમાં પ્રિયંકા નિકને રોમેન્ટીક રીતે રંગો લગાવતી અને કિસ કરતી જોવા મળે છે. જ્યારે નિક જોનાસ પણ જોરદાર હોળી રમતા જોવા મળે છે. નિક પ્રિયંકાને રંગ લગાવ્યા પછી તે તેના બંને ભાઈઓ અને પિતા સાથે હોળી રમતા પણ જોવા મળ્યો હતો. આખો જોનાસ પરિવાર હોળી રમ્યો હતો અને એકબીજાના પ્રેમમાં રંગ લગાવતો જોવા મળ્યો હતો.

પ્રિયંકા ચોપરાએ હોળી પર કરી ખૂબ મસ્તી

આ વીડિયોને શેયર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું- ‘કેટલીક ખાસ અને રમુજી પળો શેયર કરી છે. આપ સૌને હોળીની શુભકામનાઓ. મારી સાથે દેશી શૈલીમાં હોળી રમવા માટે મારા મિત્રો અને મારા પરિવારનો ખૂબ ખૂબ આભાર. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પ્રિયંકાએ કેટલીક તસવીરો પણ શેયર કરી છે. જેમાં તે નિકને કલર લગાવતી, કિસ કરતી જોવા મળી રહી છે. તેણી તેની ભત્રીજીઓ સાથે તહેવારોની રંગ આધારિત પુસ્તક વાંચતી જોવા મળે છે. અભિનેત્રીએ જોનાસ પરિવારની હોળીની ખાસ તસવીર પણ શેયર કરી છે.

વીડિયોમાં નિક જોનાસ ખૂબ જ મસ્તીભર્યા મોડમાં જોવા મળી રહ્યો છે. પ્રિયંકા ચોપરા પણ તેના ઘરમાં બાળકોની બંદૂક સાથે પ્લાસ્ટિકની પિચકારી સાથે તેના ઘરના લૉન પર ફરતી જોવા મળે છે અને તેના પરિવારના સભ્યોને ભીંજાવતી જોવા મળે છે.

હાલમાં જ પ્રિયંકા ચોપરાના ઘરે એક નાનકડા મહેમાન પણ પધાર્યા છે. તેથી હોળીની ખુશીઓ બમણી થઈ ગઈ છે. પ્રિયંકા નિકની હોળીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Knowledge: માલદીવના દરિયાકાંઠે વિશ્વની સૌથી રંગીન માછલીઓની મળી પ્રજાતિ

આ પણ વાંચો: Priyanka Chopra Selfie : પ્રિયંકા ચોપરાએ માતા બન્યા બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, ફેન્સ કરી રહ્યા છે વખાણ

Next Article