Priyanka Chopra And Karan Johar : કરણે પ્રિયંકા પર બેન મૂક્યો હતો ? હવે ભરી મહેફિલમાં બંનેએ એકબીજાને ગળે લગાવ્યા-જુઓ Video

|

Apr 01, 2023 | 10:19 AM

Priyanka Chopra And Karan Joha : કંગનાએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે, કરણ જોહરે પ્રિયંકા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે હવે પ્રિયંકા અને કરણ એક ગેધરીંગમાં એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા છે.

Priyanka Chopra And Karan Johar : કરણે પ્રિયંકા પર બેન મૂક્યો હતો ? હવે ભરી મહેફિલમાં બંનેએ એકબીજાને ગળે લગાવ્યા-જુઓ Video

Follow us on

Priyanka Chopra And Karan Johar : શા માટે પ્રિયંકા ચોપરા બોલીવુડ છોડીને હોલીવુડમાં આવી ? હાલમાં જ જ્યારે દેશી ગર્લે આ સવાલનો જવાબ આપ્યો ત્યારે તેના નિવેદને ઘણી ચર્ચા બનાવી હતી. જે બાદ કંગના રનૌતે એવો દાવો કર્યો હતો કે, કરણ જોહરે પ્રિયંકા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે હવે કરણ-પ્રિયંકા વચ્ચે મિત્રતા જોવા મળી છે.

આ પણ વાંચો : Priyanka Chopra: બોલિવુડમાં પ્રિયંકા ચોપરાને કોઈ આપી ન રહ્યું હતું કામ, વાંચો એક્ટ્રેસે કરેલા ખુલાસાની વિગતો

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

તાજેતરમાં દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના કલ્ચર સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં ઘણા ફિલ્મ સ્ટાર્સે હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરા પણ તેના પતિ નિક જોનાસ સાથે ફંક્શનનો ભાગ હતી. કરણ જોહર પણ ત્યાં હાજર હતો, જ્યાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા.

કરણ અને પ્રિયંકાનો વીડિયો અહીં જુઓ

કરણ જોહર અને પ્રિયંકા ચોપરાને ગળે લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, જેને માનવ મંગલાનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, કરણ સૌથી પહેલા દીપિકા અને રણવીર સિંહને મળે છે. બંને સાથે વાત કરે છે. પ્રિયંકા અને નિક રણવીર સિંહની પાછળ ઉભા છે.

દીપિકા-રણવીરની વાત કરતી વખતે જ્યારે કરણની નજર પ્રિયંકા પર પડે છે તો તે બંને પાસે જાય છે. તે જ સમયે પ્રિયંકા પણ ખૂબ જ ખુશી સાથે કરણ તરફ આગળ વધે છે અને બંને એકબીજાને ગળે લગાવે છે અને પછી કરણ નિકને પણ ગળે લગાવે છે. તે પછી કરણ અને પ્રિયંકા વચ્ચે વાતચીત ચાલુ રહે છે. જોઈ શકાય છે કે બંને વચ્ચે લાંબી વાતચીત થઈ રહી છે.

ફેને કંગનાને કરી યાદ

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોયા બાદ લોકો કંગનાને મિસ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે, “હું આમાં કંગનાને મિસ કરી રહી છું.” તમને જણાવી દઈએ કે, એક સમયે કરણ અને પ્રિયંકા એકબીજાના ઘણા સારા મિત્રો હતા. જો કે, રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2012ની આસપાસ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જો કે, પાછળથી બંનેમાં બધું બરાબર ચાલ્યું.

જો કે હોલિવૂડ જવા અંગે પ્રિયંકાએ કહ્યું હતું કે તેને કામ નથી મળતું અને ઈન્ડસ્ટ્રીની રાજનીતિના કારણે તેણે હોલીવુડમાં કામ કરવાનું શરૂ કર્યું.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article