Jee Le Zaraa: બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) પોતાના કામથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઓળખાણ મેળવી છે. પ્રિયંકાનું નામ આજે હોલીવુડ સ્ટાર્સની લિસ્ટમાં પણ સામેલ છે. પ્રિયંકા ચોપરાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાને ગ્લોબલ સ્ટાર બનાવી લીધી છે. દેશી ગર્લ પ્રિયંકાએ ઘણા હોલીવુડ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. તેના ફેન્સ તેને હિન્દી ફિલ્મોમાં જોવા માટે આતુર છે.
પ્રિયંકા ચોપરા હાલમાં હોલીવુડ ફિલ્મ હેડ્સ ઓફ સ્ટેટના શૂટિંગમાં બિઝી છે. તેની પાસે હિન્દી ફિલ્મ ‘જી લે જરા’ પણ હતી. જેને લઈને એવું માનવામાં આવતું હતું કે તે ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની સાથે કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે. આ ત્રણેય એક્ટ્રેસને એકસાથે જોવી એ ફેન્સ માટે કોઈ સરપ્રાઈઝથી ઓછું ન હતું. પરંતુ હવે ફેન્સને આ જોડી સાથે જોવા નહીં મળે.
લેટેસ્ટ રિપોર્ટ મુજબ પ્રિયંકા ચોપરાએ હવે જી લે ઝરા ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે. જે બાદ તેની જગ્યાએ બે નવી એક્ટ્રેસ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મળતી જાણકારી મુજબ પ્રિયંકા ચોપરા પાસે હોલીવુડમાં ઘણું કામ છે અને તેની કમિટમેન્ટ્સને કારણે તે શૂટિંગ માટે સમય કાઢી શકતી નથી. એવું માનવામાં આવે છે કે ફરહાને તેને 2024માં ‘જી લે ઝરા’નું શૂટિંગ શરૂ કરવા વિશે સવાલ પૂછ્યો હતો. પરંતુ પ્રિયંકા ચોપરા કોઈપણ સમય આપી શકતી નથી.
આ પણ વાંચો: અનન્યા પાંડે એરપોર્ટ પર મોબાઈલ ફોનથી ફેસ છુપાવતી જોવા મળી, લોકોએ લગાવી અનેક અટકળો, જુઓ Video
રિપોર્ટ્સ મુજબ હવે પ્રિયંકા ચોપરાને બદલે મેકર્સ અનુષ્કા શર્મા અને કિયારા અડવાણીના નામ ફાઈનલ કરવા માટે વિચાર કરી રહ્યા છે. પરંતુ યુઝર્સ કિયારાને બદલે દીપિકા પાદુકોણનું નામ લઈ રહ્યા છે. ફરહાન પણ આ ફિલ્મને લઈને મોડું કરવા માંગતો નથી. પરંતુ પ્રિયંકા ચોપરાની બહાર નીકળવાના સમાચારને લઈને હજુ સુધી મેકર્સ કે એક્ટ્રેસ તરફથી કોઈ જાણકારી સામે આવી નથી.