Prithvi Shaw Girlfriend: જાણો કોણ છે પૃથ્વી શોની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા, આઈફા એવોર્ડમાં બંને સાથે જોવા મળ્યા

Prithvi Shaw Girlfriend: પૃથ્વી શોની દિલ્હી કેપિટલ્સ ટીમની સફર IPL 2023માં પહેલેથી જ સમાપ્ત થઈ ગઈ હતી. હવે ક્રિકેટથી દૂર રહીને તેને તેની ગર્લફ્રેન્ડ મોડલ અને એક્ટ્રેસ નિધિ તપાડિયા (Nidhi Tapadia) સાથે આઈફા એવોર્ડમાં હાજરી આપી હતી.

Prithvi Shaw Girlfriend: જાણો કોણ છે પૃથ્વી શોની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા, આઈફા એવોર્ડમાં બંને સાથે જોવા મળ્યા
Prithvi Shaw Girlfriend Nidhi Tapadia
| Edited By: | Updated on: May 27, 2023 | 6:08 PM

Abu Dhabi: આઈપીએલ 2023માં દિલ્હીની સફર લીગ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિમાં ક્રિકેટથી દૂર રહેલો પૃથ્વી શો હવે આઈફા એવોર્ડ્સમાં પોતાનો ચાર્મ ફેલાવી રહ્યો છે. તે મોડલ અને એક્ટ્રેસ નિધિ તપાડિયા (Nidhi Tapadia) સાથે આઈફા પહોંચ્યો હતો. જ્યાં બંને વચ્ચે શાનદાર ટ્વિનિંગ જોવા મળ્યું હતું. પરંતુ બંનેના ટ્વિનિંગ જોઈને ફેન્સ મૂંઝાઈ પણ ગયા હતા. ઘણા સમયથી ભારતીય ઓપનર પૃથ્વી શો (Prithvi Shaw) અને એક્ટ્રેસ નિધિના નામ એક સાથે જોડવામાં આવી રહ્યા છે.

કોણ છે નિધિ તપાડિયા

હાલમાં પૃથ્વી શોએ કથિત ગર્લફ્રેન્ડ મોડલ અને એક્ટ્રેસ નિધિ તપાડિયા સાથે આઈફા એવોર્ડમાં હાજરી આપી હતી. આ પહેલા નવા વર્ષની પાર્ટી કરવા માટે બંને પબમાં ગયા હતા. આ દરમિયાન પૃથ્વી શોએ એક મિસ્ટ્રી ગર્લ સાથેની પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પૃથ્વી અને નિધિનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ફેન્સ પૃથ્વી શો સાથે કોણ છે તેની ચર્ચા કરી રહ્યા છે. તેનું નામ નિધિ તપાડિયા છે. જે વ્યવસાયે એક્ટ્રેસ છે અને તેણે વર્ષ 2016માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે નિધિએ સોની ટીવીના લોકપ્રિય ટીવી શો સીઆઈડીમાં કામ કર્યું છે. આ સિવાય નિધિ જટ્ટા કોકા ગીતમાં પણ જોવા મળી હતી. તેણે ટોની કક્કરના એક ગીતમાં પણ કામ કર્યું છે. નિધિ મહારાષ્ટ્રના નાસિકની રહેવાસી છે.

આ પણ વાંચો : IIFA 2023: સલમાન ખાનના પ્રેમમાં પડી હોલીવુડ મહિલા, લગ્ન માટે કર્યું પ્રપોઝ, સલમાને આપ્યો આ જવાબ, જુઓ Viral Video

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

વાયરલ તસવીરમાં નિધિ અને પૃથ્વી આઈફાના કાર્પેટ પર જોડે પોઝ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નિધિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફોટોઝ પણ શેર કરતી રહે છે. એટલું જ નહીં નિધિ તપાડિયાની ફેન ફોલોઈંગ પણ ઘણી વધારે છે. નિધિના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ ફોલોઅર્સ છે. નિધિ ઈન્સ્ટા પર માત્ર 86 લોકોને ફોલો કરે છે. પરંતુ પૃથ્વી શો દ્વારા આ રિલેશનશિપને લઈને અત્યાર સુધી કોઈ ઓફિશિયલ વાત કરવામાં આવી નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો