Toronto International Film Festivalમાં કરણ જોહરની ‘કિલ’નું થયું પ્રીમિયર

|

Sep 09, 2023 | 5:45 PM

બોલિવુડ ફિલ્મ મેકર કરણ જોહરની ફિલ્મ 'કિલ'નું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં (Toronto Film Festival) પ્રીમિયર થયું હતું. આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શને 'સિખિયા એન્ટરટેઈનમેન્ટ' સાથે મળીને કરવામાં આવ્યું છે. 'કિલ' એક એક્શન એન્ટરટેઈનર ફિલ્મ છે, જેની સ્ટોરી નવી દિલ્હીની એક્સપ્રેસ ટ્રેન પર આધારિત છે, આ ફિલ્મ ભારતીય સેનાના કમાન્ડો અમૃત અને વીરેશની આસપાસ ફરે છે, જેઓ અમૃતની ગર્લફ્રેન્ડ તુલિકાને બચાવવાના મિશન પર છે.

Toronto International Film Festivalમાં કરણ જોહરની કિલનું થયું પ્રીમિયર
kill premiere at toronto international film festival
Image Credit source: Instagram

Follow us on

ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની (Toronto Film Festival) 48મી એડિશન 7 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું અને 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ફેસ્ટિવલ સિનેમા પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ છે. આ વર્ષે ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં છ ભારતીય ફિલ્મોનું પ્રીમિયર થઈ રહ્યું છે. આ ફેસ્ટિવલમાં બોલિવુડ ફિલ્મ મેકર કરણ જોહરની ફિલ્મ કિલનું પ્રીમિયર થયું હતું. આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શને ‘સિખિયા એન્ટરટેઈનમેન્ટ’ સાથે મળીને કર્યું છે.

પ્રીમિયરમાં જોવા મળ્યા આ સ્ટાર્સ

આ ખાસ અવસર પર ઓસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા ગુનીત મોંગા કપૂર, કરણ જોહર અને નિર્દેશક નિખિલ નાગેશ ભટ્ટ હાજર રહ્યા હતા. નાગેશ નેટફ્લિક્સની ફિલ્મ ‘લોંગ લિવ બ્રિજ મોહન’ અને પ્રાઈમ વીડિયોની વેબ સિરીઝ ‘રસભરી’ માટે જાણીતો છે. પ્રીમિયરમાં આ સ્ટાર્સ પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતી રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

(PC: Karan Johar Instagram) 

આ છે ફિલ્મની સ્ટોરી

‘કિલ’ એક એક્શન એન્ટરટેઈનર ફિલ્મ છે, જેની સ્ટોરી નવી દિલ્હીની એક્સપ્રેસ ટ્રેન પર આધારિત છે, આ ફિલ્મ ભારતીય સેનાના કમાન્ડો અમૃત અને વીરેશની આસપાસ ફરે છે, જેઓ અમૃતની ગર્લફ્રેન્ડ તુલિકાને બચાવવાના મિશન પર છે, જે તેની મરજી વિરુદ્ધ અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી રહી છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે એક જ પરિવારના 40થી વધુ ડાકુ લૂંટ અને અપહરણના ઈરાદે ટ્રેનમાં ચઢે છે. અમૃત અને વીરેશ તુલિકા અને તેના પરિવારને બચાવવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો: Toronto International Film Festivalમાં ‘લાપતા લેડીઝ’નું થશે ગ્રાન્ડ પ્રીમિયર, ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, જુઓ Video

નિખિલ નાગેશ ભટ્ટના ડાયરેક્શનમાં બની છે ફિલ્મ

નિખિલ નાગેશ ભટ્ટના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મથી લક્ષ્ય લાલવાણીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મની એક્શન સિક્વન્સ કોરિયાના જાણીતા એક્શન સિક્વન્સ એક્સપર્ટ ઓહની દેખરેખ હેઠળ શૂટ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે લક્ષ્ય એક ટીવી એક્ટર છે. તેને ભારતના સૌથી મોંઘા ટીવી શો પોરસમાં અભિનય કર્યો, જેનું બજેટ લગભગ રૂ. 500 કરોડ હતું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article