ભગવાન શ્રી રામની જન્મજયંતિ એટલે કે રામ નવમીના અવસરે સમગ્ર દેશમાં જયશ્રી રામનું નામ ગુંજી રહ્યું છે. રામ નામનો મહિમા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ સંભળાઈ રહ્યો છે. રામ નવમીના અવસર પર આજે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ‘નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. મંત્રોની ગુંજ સાથે ફિલ્મનું નવુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં પ્રભાસ, કૃતિ સેનન અને સની સિંહ રામ દરબાર પોઝમાં જોવા મળે છે. પોસ્ટરમાં રામ ભક્ત હનુમાન નીચે બેઠેલા જોવા મળે છે.
આ પોસ્ટર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયું છે.
આદિપુરુષના આ નવા પોસ્ટરમાં પ્રભાસને રામ, કૃતિ સેનનને જાનકી અને સન્ની સિંહને લક્ષ્મણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં રામ દરબારનો પોઝ બતાવવામાં આવ્યો છે. પોસ્ટરમાં દેવદત્ત નાગે બજરંગબલી તરીકે જોવા મળે છે, ફિલ્મમાં ભગવાન રામના ધર્મ, બલિદાન અને બહાદુરીની કથા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వస్తున్నాడు ఆదిపురుషుడు
జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ 🏹
#Prabhas #JaiShriRam #Adipursh pic.twitter.com/qXA0GpfNhv— Prabhas Trends™ (@TrendsPrabhas) March 30, 2023
રામ નવમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે આદિપુરુષની ટીમે ફિલ્મના પ્રમોશન માટે રામ જન્મજયંતિનો દિવસ પસંદ કર્યો છે. ફિલ્મનું પ્રમોશન પણ આજથી શરૂ થશે. આદિપુરુષ એક મોટા બજેટની ફિલ્મ છે. ફિલ્મમાં પ્રભાસના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ચાહકો આદિપુરુષની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
PRABHAS: ‘ADIPURUSH’ NEW POSTER IS HERE… On the auspicious occasion of #RamNavni, here’s the #NewPoster of #Adipurush… Stars #Prabhas, #SaifAliKhan, #KritiSanon and #SunnySingh… Directed by #OmRaut… 16 June 2023 release in #IMAX and #3D.#BhushanKumar pic.twitter.com/o0Af4f5ulW
— taran adarsh (@taran_adarsh) March 30, 2023
‘આદિપુરુષ’ 16 જૂન, 2023ના રોજ IMAX અને 3Dમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં પહેલીવાર પ્રભાસ અને કૃતિ સેનનની જોડી જોવા મળશે. જો કે આ ફિલ્મ રિલીઝ પહેલા જ ઘણા વિવાદોમાં રહી છે. સૈફ અલી ખાને આદિપુરુષમાં રાવણનું પાત્ર ભજવ્યું છે, જેને લઈને ઘણો વિવાદ થયો હતો. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…