
પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનનની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ સતત ચર્ચામાં રહે છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર દશેરાના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું છે ત્યારથી તેના પર વિવાદ ચાલી રહ્યો છે. જેનું પરિણામ હવે એ આવ્યું છે કે ફિલ્મની રિલીઝ જ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનું ટીઝર જોયા બાદ લોકોએ તેના VFXની આકરી ટીકા કરી હતી. હવે લેટેસ્ટ ન્યૂઝ મુજબ, આદિપુરુષ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉતે પોતે આ માહિતી આપી છે.
તમને જણાવી દઈએ કે, ફિલ્મના નિર્માતાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં લખ્યું છે કે, “આદિપુરુષના નિર્માણ સાથે જોડાયેલા લોકોને થોડો વધુ સમય આપવાની જરૂર છે.” તમને જણાવી દઈએ કે પહેલા આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી. જો કે, ઓફિશિયલ નિવેદન અનુસાર, હવે આ ફિલ્મ 16 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.
ફિલ્મ ‘આદિપુરુષ’
વાસ્તવમાં, જે દિવસથી આદિપુરુષનું ટીઝર બહાર આવ્યું છે, સોશિયલ મીડિયા પર લોકોએ નિર્માતાઓને જોરદાર ટ્રોલ કર્યા છે. નિર્માતાઓને ખરાબ VFX વિશે પણ ઘણું કહેવામાં આવ્યું છે. રામાનંદ સાગરની ‘રામાયણ’ ફેમ અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરીએ પણ તેના પર પ્રતિક્રિયા આપી હતી. આ બધા હોબાળા વચ્ચે હવે ડિરેક્ટર ઓમ રાઉતે રિલીઝને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા આદિ પુરુષ 12 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થવાની હતી. 2 ઓક્ટોબરે ફિલ્મનું ટીઝર પણ અયોધ્યામાં ખૂબ જ શાનદાર રીતે રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ, લોકોએ આના પર બબાલ કરી હતી અને 1 મિનિટ 46 સેકન્ડનો આ વીડિયો જોઈને ગુસ્સે થઈ ગયા. પહેલા તો લોકોને ફિલ્મના VFXથી પરેશાની હતી, પરંતુ સાથે જ તેમને બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો લુક પસંદ ન આવ્યો. જે બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેના વિશે જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું.