રામાયણ પરની બેસ્ટ મોસ્ટ અવેટેડ પૌરાણિક કાલ્પનિક ફિલ્મ ‘આદિપુરુષ‘ લાંબા સમયથી નિર્માણ હેઠળ છે. તેલુગુ સુપરસ્ટાર પ્રભાસને ફિલ્મમાં ભગવાન રામ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યારે કૃતિ સેનન માતા સીતાની ભૂમિકામાં છે અને સૈફ અલી ખાન રાવણની ભૂમિકા ભજવે છે, આ ફિલ્મ ઓમ રાઉત દ્વારા નિર્મિત છે. આ સાથે તમને જણાવી દઈએ કે ‘આદિપુરુષ’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. જોકે નવા પોસ્ટરમાં દેખાતા સ્ટાર્સના લુકને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
આદિપુરુષના આ નવા પોસ્ટરમાં પ્રભાસને રામ, કૃતિ સેનનને જાનકી અને સન્ની સિંહને લક્ષ્મણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં રામ દરબારનો પોઝ બતાવવામાં આવ્યો છે. પોસ્ટરમાં દેવદત્ત નાગે બજરંગબલી તરીકે જોવા મળે છે, ફિલ્મમાં ભગવાન રામના ધર્મ, બલિદાન અને બહાદુરીની કથા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
‘આદિપુરુષ’નું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે, તેની સાથે જ તે ટ્રોલના નિશાન પર પણ આવી ગયું છે. એક યુઝરે લખ્યું છે કે, તમે સંસ્કૃતિની મજાક કેમ ઉડાવી રહ્યા છો.” એકે લખ્યું, “100% ફ્લોપ.” પોસ્ટરમાં લક્ષ્મણના આઉટફિટ પર નિશાન સાધતા એક યુઝરે લખ્યું, “લક્ષ્મણના પાત્ર ડિઝાઇનર લેધર સ્ટ્રેપ પહેરી છે.”
આ પણ વાંચો : Adipurush Poster : રામ નવમી પર સામે આવ્યું Adipurushનું નવું પોસ્ટર, પ્રભાસ ભગવાન રામના લુકમાં જોવા મળ્યો
એક યુઝરે રામના રોલમાં પ્રભાસ અને સીતાના રોલમાં જોવા મળેલી કૃતિ સેનનને તેના લુક માટે પણ ટ્રોલ કર્યા છે. એક યુઝરે લખ્યું કે, કૃતિ સેનન ક્યાંય સીતા જેવી દેખાતી નથી. ”
‘આદિપુરુષ’ અગાઉ જાન્યુઆરી 2023માં રિલીઝ થવાની હતી, જો કે, ટીઝર પરના વિવાદ બાદ એવું થઈ શક્યું નહીં અને તેની તારીખ લંબાવવામાં આવી. ટીઝર રિલીઝ થયા પછી, ફિલ્મમાં રાવણ અને હનુમાનના લુક સાથે રામ અને સીતાના આઉટફિટને લઈને ઘણો હોબાળો થયો હતો. આ પછી, નિર્માતાઓએ તેમાં કેટલાક ફેરફારો કરવાની ફરજ પડી હતી
‘આદિપુરુષ’ 16 જૂન 2023ના રોજ IMAX અને 3Dમાં મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉત દ્વારા કરવામાં આવ્યું છે
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…