PM મોદીની બાયોપિકનું ટ્રેલર રિલીઝ, લોકો સોશિયલ મીડિયા પર આ રીતે લઈ રહ્યાં છે મજા

|

Jan 16, 2021 | 2:31 PM

હોળીના તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘PM નરેન્દ્ર મોદી’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. જેમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન મોદીના પાત્રમાં નજરે પડશે.  ટ્રેલરના ઘણાં સીનમાં વડાપ્રધાન મોદીના બાળપણના ઘણાં કિસ્સાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. 2 મિનિટ 35 સેકન્ડના આ ટ્રેલરમાં આખી ફિલ્મની એક નાની ઝલક આપવામાં આવી છે. આ ફિલ્મ પહેલા 12 એપ્રિલે રિલીઝ […]

PM મોદીની બાયોપિકનું ટ્રેલર રિલીઝ, લોકો સોશિયલ મીડિયા પર આ રીતે લઈ રહ્યાં છે મજા

Follow us on

હોળીના તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘PM નરેન્દ્ર મોદી’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. જેમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન મોદીના પાત્રમાં નજરે પડશે. 

ટ્રેલરના ઘણાં સીનમાં વડાપ્રધાન મોદીના બાળપણના ઘણાં કિસ્સાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. 2 મિનિટ 35 સેકન્ડના આ ટ્રેલરમાં આખી ફિલ્મની એક નાની ઝલક આપવામાં આવી છે. આ ફિલ્મ પહેલા 12 એપ્રિલે રિલીઝ થવાની હતી પણ હવે આ ફિલ્મને 5 એપ્રિલે રીલીઝ કરવામાં આવશે.  ટ્રેલર આવ્યા બાદ સોશિયલ મીડિયામાં વાતાવરણ બદલાઈ ગયું છે. લોકો આ બાયોપિકના ડાયલોગ્ઝને લઈને મજાક ઉડાવી રહ્યાં છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

https://twitter.com/sarcastic_zoned/status/1108459323779411978

આ ઉપરાંત ઘણાબધા યુઝર્સે પોતાના સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો.  આ ટ્રેલર બાદ ખાસ લોકો અભિનેતા વિવકેને તાકીને નરેન્દ્ર મોદી પર નિશાનો લગાવી રહ્યાં છે.

લોકોએ પોતાની કલાનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રસંગોને આ ફિલ્મના માધ્યમથી તાક્યા હતા અને તેને પોતાના સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા હતા.

https://twitter.com/djaywalebabu/status/1108464192657354752

 

TV9 Gujarati

 

વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને અત્યાર સુધીના તમામ પાત્રને ફિલ્મમાં આવરી લેવામાં આવે છે.  આ ફિલ્મના ટ્રેલરને લઈને મેમ્સ પણ સોશિયલ મીડિયામાં બનવા લાગ્યા છે.

લોકોના પ્રતિસાદ મુજબ આ ફિલ્મ ખરી નથી ઉતરી રહી તેવું પણ ઘણા લોકોનું માનવુ છે, આથી આ ફિલ્મને ચૂંટણીને લઈને વિરોધ કરવાનો એક રસ્તો લોકોએ બનાવી લીધો છે. વિવિધ પાર્ટીના લોકો પોત-પોતાની રીતે સોશિયલ મીડિયામાં વાહવાહી કે મજાક ઉડાવી રહ્યાં છે.

વડાપ્રધાન મોદીના ફેન્સની વચ્ચે આ ફિલ્મને લઈને ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદીના પાત્રમાં વિવેક ઓબેરોયને લોકોએ પસંદ કર્યા નથી. સોશિયલ મીડિયા પર પહેલેથી જ ફિલ્મના કાસ્ટિંગ પર પ્રશ્નો કરવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે ફિલ્મ રીલીઝ થયા પછી વિવેક ઓબેરોયને કેવા પ્રતિભાવ મળે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:55 pm, Fri, 22 March 19

Next Article