USમાં ‘છૈયા છૈયા’ પર PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું, શાહરૂખનું રિએક્શન થયું Viral

|

Jun 26, 2023 | 9:15 AM

Shah Rukh Khan On PM Modi White House Welcome : જ્યારે પીએમ મોદી તેમના અમેરિકન પ્રવાસ પર વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે શાહરૂખ ખાનનું ગીત છૈયા છૈયા પરફોર્મ કરવામાં આવ્યું હતું. હવે આ વીડિયો પર કિંગ ખાનની પ્રતિક્રિયા સામે આવી છે.

USમાં છૈયા છૈયા પર PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું, શાહરૂખનું રિએક્શન થયું Viral
Shah Rukh Khan On PM Modi White House Welcome

Follow us on

Shah Rukh Khan On PM Modi White House Welcome : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાના પ્રવાસે હતા. 22 જૂને જ્યારે તેઓ વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે દરમિયાન શાહરૂખ ખાનના લોકપ્રિય ગીત છૈયા છૈયા સહિત ઘણા ભારતીય ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : PM Modi Egypt Visit: નરેન્દ્ર મોદી અમેરિકાથી ઈજિપ્ત પહોંચ્યા, હથિયારોની ખરીદી પર કરશે ચર્ચા

Paris Eiffel Tower: એફિલ ટાવરની ટોચ પર એક છે સિક્રેટ ROOM, જેમાં કોઈ જઈ શકતું નથી! આખરે એમાં શું છે?
આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video

હવે શાહરૂખે તે દરમિયાનના એક પરફોર્મન્સ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. શાહરૂખ ખાને રવિવારે ચાહકો સાથે વાતચીત કરવા માટે ટ્વિટર પર ASK SRK સેશન કર્યું. આ દરમિયાન એક યુઝરે તેને તે વીડિયો અંગે સવાલ કર્યો, જેનો કિંગ ખાને પણ જવાબ આપ્યો.

શાહરૂખ ખાને શું કહ્યું?

યુઝરે શાહરૂખને પૂછ્યું, “યુએસમાં છૈયા છૈયા પર મોદીજીનું સ્વાગત કરવામાં આવ્યું. તમે આ અંગે શું કહેવા માંગો છો? શાહરૂખ ખાને રમૂજી રીતે જવાબ આપતા લખ્યું, “કાશ હું ત્યાં ડાન્સ કરવા હોત… પરંતુ મને લાગે છે કે તે લોકો અમને ટ્રેન અંદર લઈ જવાની મંજૂરી ના આપત.”

તમને જણાવી દઈએ કે, છૈયા છૈયા ગીત 1998માં રિલીઝ થયેલી ફિલ્મ દિલ સેનું છે. આ ગીતમાં શાહરૂખ અને મલાઈકા અરોરા ચાલતી ટ્રેનની ઉપર પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. આ ગીત આજે પણ ખૂબ જ લોકપ્રિય છે.

શાહરૂખે આ સવાલોના જવાબ પણ આપ્યા

આ સેશન દરમિયાન એક ચાહકે શાહરૂખને કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે અને જોડિયા બાળકોની માતા બનવા જઈ રહી છે. તે તેના બાળકોનું નામ પઠાણ અને જવાન રાખશે. આના પર શાહરૂખે જવાબ આપ્યો, “ઓલ ધ બેસ્ટ, પરંતુ થોડું સારું નામ રાખો.”

એક યુઝરે શાહરૂખને પૂછ્યું કે તેનો મિત્ર જવાનમાં રોલ ઇચ્છે છે, તેના માટે તેણે શું કરવું પડશે. આના પર શાહરૂખે કહ્યું, “પ્રેમથી મિત્રને સમજાવવું પડશે કે આવું નહીં થાય.” તમને જણાવી દઈએ કે, પઠાણની સફળતા બાદ શાહરૂખના તમામ ફેન્સ જવાનની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article