PM Modi : 57 વર્ષ જૂની ફિલ્મ છે PM મોદીની ‘ઓલ ટાઈમ ફેવરિટ’, લતા મંગેશકરનું આ ગીત હંમેશા સાંભળે છે

PM Modi Favourite Song And Film : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય ગલિયારાઓ ઉપરાંત મનોરંજનની દુનિયામાં ખૂબ જ ચર્ચામાં છે. દરમિયાન આજે અમે તમને પીએમ મોદીની ફેવરિટ ફિલ્મ અને ગીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

PM Modi : 57 વર્ષ જૂની ફિલ્મ છે PM મોદીની ઓલ ટાઈમ ફેવરિટ, લતા મંગેશકરનું આ ગીત હંમેશા સાંભળે છે
PM Modi Favorite Song And Film
| Edited By: | Updated on: May 27, 2023 | 5:37 PM

DELHI: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે, રવિવારે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. તેમની અત્યાર સુધીની રાજકીય સફર દરમિયાન પીએમ મોદીએ ઘણી વખત દેશને ગર્વની અનુભૂતિ કરાવી છે. પીએમ તેમના વ્યસ્ત કાર્યક્રમ માટે પણ જાણીતા છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે જ્યારે પીએમને ટૂંકો સમય ગાળો મળે છે ત્યારે તે શું કરે છે? શું તે મૂવી જુએ છે કે ગીતો સાંભળે છે?

આ પણ વાંચો : Breaking News: નરેન્દ્ર મોદી ત્રીજી વખત બનશે વડાપ્રધાન, ભાજપ 300થી વધુ સીટો જીતશે, ગુવાહાટીમાં બોલ્યા અમિત શાહ

ઈન્ટરવ્યુમાં આપ્યો આ જવાબ

વાસ્તવમાં જ્યારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પીએમ મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો, ત્યારે તેમને આવા જ કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા. જ્યાં ખબર પડી કે તે કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. જો કે પહેલા તે ક્યારેક ફિલ્મો જોતા હતા અને ગીતો પણ સાંભળતા હતા. જ્યારે અક્ષય કુમારે પીએમ મોદીને રાજનીતિથી સંબંધિત પ્રશ્ન કરતાં પૂછ્યું કે શું તેઓ ફિલ્મો જુએ છે. ત્યારે આ સવાલનો જવાબ આપતાં પીએમએ કહ્યું હતું કે, તેમને ફિલ્મો જોવાનો સમય નથી મળતો.

આ બંને મુવી જોઈ છે PM MODIએ

જો કે એક જૂનો કિસ્સો શેર કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એક વખત અમિતાભ બચ્ચન ગુજરાત આવ્યા હતા. ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે દરમિયાન મેગાસ્ટારે તેને પા ફિલ્મ જોવા માટે કહ્યું હતું. ‘પા’ સિવાય પીએમએ ‘અ વેનસ્ડે’ પણ જોઈ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, તેમની ફેવરિટ ફિલ્મ આમાંથી કોઈ નથી. પીએમને 57 વર્ષ જૂની ફિલ્મ ખૂબ જ પસંદ છે.

આ ફિલ્મ અને ગીત છે તેમના ફેવરિટ

લદ્દાખ, સિક્કિમ અને જમ્મુ કાશ્મીરના બાળકો સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ દેવ આનંદ સાહેબને ખૂબ પસંદ કરતા હતા અને તેમની ફિલ્મ ‘ગાઈડ’ તેમની ઓલ ટાઈમ ફેવરિટ ફિલ્મ છે. પીએમએ એમ પણ કહ્યું હતું કે, જ્યારે તેમને સમય મળે છે ત્યારે તેઓ ગીતો પણ સાંભળે છે. લતા મંગેશકર તેમના પ્રિય સિંગર હતા. પીએમના પ્રિય ગીતનું નામ ‘ઓ પવન વેગ સે ઉડને વાલે ઘોડે’ છે. જે લતા મંગેશકરે ગાયું હતું. આ સિવાય તેને ‘જ્યોતિ કલશ છલકે’ ગીત પણ ખૂબ પસંદ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો