નંદમુરી તારકા રત્નના નિધનથી પીએમ મોદી દુ:ખી, ​​કહ્યું – તેમણે ફિલ્મોમાં પોતાની છાપ છોડી

|

Feb 19, 2023 | 2:22 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નંદમુરી તારકા રત્નનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નંદમુરી તારકાનું ગઈ કાલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

નંદમુરી તારકા રત્નના નિધનથી પીએમ મોદી દુ:ખી, ​​કહ્યું - તેમણે ફિલ્મોમાં પોતાની છાપ છોડી
PM Modi reacts death of Jr NTR cousin Nandamuri Taraka Ratna

Follow us on

PM Modi On Nandamuri Taraka Ratna : દક્ષિણના પ્રખ્યાત અભિનેતા નંદમુરી તારકા રત્નનું શનિવારે અચાનક અવસાન થયું. તેમના અવસાનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ આઘાતમાં છે  અને દુઃખી છે. ઘણા સ્ટાર્સ નંદમુરી તારક રત્નના મૃત્યુ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેમની સાથે તેમની યાદો શેર કરી રહ્યા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના અકાળે અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : Top Movies Based on Politicians: રાજકારણીઓ પર આધારિત બાયોપિક ફિલ્મો, જેમાં અસલી રાજકારણ જોવા મળતું હતું

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

પીએમઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા ટ્વીટ કરવામાં આવી છે. તે લખે છે, “નંદમુરી તારક રત્નનાં અકાળ અવસાનથી ખૂબ જ દુઃખી છું. તેણે ફિલ્મ અને મનોરંજનની દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવી. મારી સંવેદના તેમના પરિવાર અને પ્રિયજનો સાથે તેમના દુઃખની ઘડીમાં છે. ઓમ શાંતિ.”

નંદમુરી જુનિયર એનટીઆરના પિતરાઈ ભાઈ હતા

નંદમુરી તારકા રત્ન તેલુગૂ સિનેમાના સિનેમેટોગ્રાફર નંદમુરી મોહન કૃષ્ણના પુત્ર હતા. આ સિવાય તેઓ પૂર્વ સીએમ એનટી રામા રાવના પૌત્ર પણ હતા. નંદમુરી તારકા રત્ને વર્ષ 2002માં તેલુગુ ફિલ્મ ઓકાટો નંબર કુર્રાડુથી તેની અભિનય કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન એ કોડનબરામી રેડ્ડીએ કર્યું હતું. આ સિવાય તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે તે તેના પિતરાઈ ભાઈ જુનિયર એનટીઆર જેટલી સફળતા મેળવી શક્યો ન હતો.

રેલી દરમિયાન આવ્યો હતો હાર્ટ એટેક

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 39 વર્ષીય નંદમુરી તારકા રત્નને 27 જાન્યુઆરીએ આંધ્ર પ્રદેશમાં એક રાજકીય રેલી દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારથી તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જો કે આટલા દિવસો સુધી તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને 18 ફેબ્રુઆરીના રોજ તેમનું અવસાન થયું હતું.

સોમવારે થશે અંતિમ સંસ્કાર

નંદમુરી તારક રત્નના અંતિમ સંસ્કાર  સોમવારે 20 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. આજ સવારથી જુનિયર  એન.ટી.આર. ભાઈ કલ્યાણરામ અને અન્ય ઘણી હસ્તીઓ તેમના ઘરે અંતિમ દર્શન માટે પહોંચી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં સ્ટાર્સ તેમની અંતિમ ઝલક  નિહાળવા માટે જતા જોવા મળે છે. જુનિયર એનટીઆર પણ એક તસવીરમાં એકદમ ભાવુક જોવા મળે છે.

Next Article