બોલિવૂડના કિંગ ખાને (Shah Rukh Khan) આલિયા રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં (Brahmastra) પોતાના જબરદસ્ત પાત્રથી દર્શકોને ખૂબ જ ઈમ્પ્રેસ કર્યા છે. ફિલ્મમાં તેના પાત્રને દિલ્હી બેસ્ડ વૈજ્ઞાનિક અને વનાર અસ્ત્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે. એક નાનકડા કેમિયોથી તેને ફરી એકવાર દર્શકોને પોતાના દિવાના બનાવી દીધા છે. આ દરમિયાન ફિલ્મના સેટ પરથી શાહરૂખનો એક અનસીન ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેની સાથે ફિલ્મમાં તેનો સ્ટંટમેન બનેલો હસિત સવાની જોવા મળે છે. ફોટોમાં હસિત સવાની અને શાહરૂખ ગ્રીન સ્ક્રીનની સામે પોઝ આપતા જોવા મળે છે.
આ ફોટો બીજા કોઈએ નહીં પણ શાહરૂખ ખાન સ્ટંટ ડબલ હસિત સવાનીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા શેયર કર્યો છે. હસિતના કામ વિશે જાણ્યા બાદ લોકો તેના વખાણ કરી રહ્યા છે. હસિતે બ્રહ્માસ્ત્ર ફિલ્મના સેટ પરથી શાહરૂખ સાથે વૈજ્ઞાનિક મોહન ભાર્ગવના લુકનો ફોટો શેયર કર્યો હતો. ફોટામાં હસિત અને શાહરૂખે એકસરખા જ કપડા પહેર્યા છે. જે ફોટો સામે આવ્યો છે તેમાં બંનેનો લુક, હેરસ્ટાઇલ અને સ્ટેક્ચર એક સરખા છે.
હસિત સવાની વિશે વાત કરીએ તો તે યુકેમાં રહેતો ઈન્ટરનેશનલ સ્ટંટ પરફોર્મર છે. ફોટોમાં તેને એકદમ શાહરૂખ જેવો લુક કેરી કર્યો છે. તસવીર શેયર કરતા હસિતે કેપ્શનમાં લખ્યું છે કે, “બોલિવૂડ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં તેની કેમિયો સિક્વન્સ માટે લિજેન્ડ શાહરૂખ ખાન માટે સ્ટંટ ડબલ બનવું એ એક સાચો આનંદ છે.”
હવે આ ફોટો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર હસિતની ફેન ફોલોઈંગ વધી રહી છે. આ તસવીર ટૂંક સમયમાં જ એસઆરકેના ઘણા ફેન્સ પેજ પર વાયરલ થઈ ગઈ છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતા ફેન્સે પણ બ્રહ્માસ્ત્રમાં હસિતના પ્રદર્શન માટે સ્ટંટ ડબલની પ્રશંસા કરી છે. એક ફેન્સે લખ્યું છે કે આવી એક્શન કરનાર સ્ટંટમેનને સલામ. અન્ય એક ફેન્સે લખ્યું છે કે, ભાઈ.. તમે ત્યાં શાનદાર લાગતા હતા.