ફિલ્મ આદિપુરુષની રિલીઝ પર પ્રતિબંધની માગ, દિલ્હી કોર્ટમાં અરજી દાખલ

પાન ઈન્ડિયા ફિલ્મ આદિપુરુષ (Adipurush) સતત ચર્ચામાં રહે છે. તેનું કારણ છે હાલમાં રિલીઝ થયેલું ફિલ્મનું ટીઝર. આ પહેલા પણ ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'આદિપુરુષ'ને લીગલ નોટિસ મોકલવામાં આવી છે.

ફિલ્મ આદિપુરુષની રિલીઝ પર પ્રતિબંધની માગ, દિલ્હી કોર્ટમાં અરજી દાખલ
Adipurush
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 08, 2022 | 3:26 PM

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Sanon) અને સૈફ અલી ખાનની (Saif Ali Khan) અપકમિંગ ફિલ્મ ‘આદિપુરુષ’નું (Adipurush) ટીઝર જ્યારથી રિલીઝ થયું છે. ત્યારથી આ ફિલ્મ સતત વિવાદોનો સામનો કરી રહી છે. 2 ઓક્ટોબરના રોજ રામ નગરી અયોધ્યામાં ફિલ્મનું ટીઝર શાનદાર રીતે રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ ટીઝર જોયા બાદ ફિલ્મને લઈને વિવાદો ઓછા થવાનું નામ લઈ રહ્યા નથી. આ ફિલ્મમાં સૌથી વધુ સૈફ અલી ખાનના લુકને લઈ વિવાદ થઈ રહ્યો છે. તેના લુક પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે આ ફિલ્મ માટે મુશ્કેલીઓ ઉભી થતી હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા સર્વ બ્રાહ્મણ મહાસભાએ ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉતને લીગલ નોટીસ મોકલી છે અને કહ્યું છે કે, તે 7 દિવસની અંદર ફિલ્મોમાંથી વિવાદિત દ્રશ્યો દુર કરે બાકી તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હી કોર્ટમાં અરજી દાખલ

દિલ્હીની એક કોર્ટમાં ફિલ્મ આદિપુરુષની રિલીઝ પર રોક લગાવવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભગવાન રામ અને હનુમાનને લેધર બેન્ડ પહેરીને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાવણને પણ ખોટા સ્વરૂપમાં બતાવવામાં આવ્યો છે.

‘આદિપુરુષ’માં પ્રભાસ ભગવાન રામના રોલમાં જોવા મળશે, જ્યારે સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં વપરાયેલ વીએફએક્સના સોશિયલ મીડિયા પર ખૂબ જ ફની મિમ્સ બની રહ્યા છે. સૈફ અલી ખાનના લુકની સરખામણી હોલીવુડની ફિલ્મો સાથે પણ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે મેકર્સે હોલિવૂડ ફિલ્મના લુક્સની કોપી કરી છે. ફિલ્મના વીએફએક્સની તુલના કરતી વખતે યુઝર્સે ઘણી હોલીવુડ મૂવીઝના નામનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમ કે ગેમ ઓફ થ્રોન્સ, એક્વામેન અને રાઈઝ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ.

એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રભાસે કહ્યું કે આ ફિલ્મ તેના માટે ખૂબ જ ખાસ છે. ફિલ્મને જે રીતે ડિઝાઈન કરવામાં આવી છે તે શાનદાર છે. મને લાગે છે કે તેમને આ ફિલ્મ બેસ્ટ રીતે બનાવી છે. સોશિયલ મીડિયા પર બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના લૂક વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે રાવણ ઓછો અને મુગલ વધારે દેખાય છે. યુઝર્સ સૈફના લુક્સને લઈને તેને અને તેની ટીમને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. આ ફિલ્મનું ઓમ રાઉતે ડાયરેક્શન કર્યું છે. આ સિવાય આ ફિલ્મ મકરસંક્રાંતિના અવસર પર એટલે કે 12 જાન્યુઆરી 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.