Govinda Ujjain Mahakal Temple : બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. હાલમાં જ ગોવિંદા તેની પત્ની સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિરે પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. સોશિયલ મીડિયા પર જ્યારે મહાકાલની તસવીરો આવી ત્યારે લોકોની નજર સુનીતા આહુજાના પર્સ પર પડી. સુનિતા પોતાનું પર્સ લઈને મંદિરની અંદર પહોંચી ગઈ હતી, જ્યારે મંદિરના ગર્ભગૃહમાં પર્સ લઈ જવાની મનાઈ છે. આ તસવીરો વાયરલ થયા બાદ સુરક્ષા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : sunita ahuja : કાશ્મીરા શાહે ગોવિંદાની પત્ની સુનીતાને ટ્વિટ કરી કહ્યું ચેકમેટ, જાણો શું છે સમગ્ર મામલો
ગોવિંદા અને સુનીતા આહુજા સોશિયલ મીડિયા પર તેમની તસવીરો સામે આવ્યા બાદ નેટીઝન્સના નિશાના પર છે. લોકો આશ્ચર્યમાં છે કે મંદિરના સુરક્ષા કર્મચારીઓએ નિયમો તોડતા પહેલા આ તરફ ધ્યાન કેમ ન આપ્યું. તેને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા કેમ રોકવામાં ન આવ્યા. જે તસવીર વાયરલ થઈ રહી છે તેમાં સુનીતા આહુજાના હાથમાં પર્સ છે અને ત્યાં પૂજારીઓ પણ હાજર છે.
સુનીતા આહુજાએ પણ આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ફોટામાં તેના ખભા પર લીલા રંગની હેન્ડ બેગ દેખાય છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા તેણે લખ્યું, ‘ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સુંદર દર્શન કર્યા’
હવે મંદિરના સુરક્ષા અધિકારીઓએ પણ આ બાબતને ગંભીરતાથી લીધી છે. સિક્યોરિટી સ્ટાફનું કહેવું છે કે, જ્યારે સુનીતા આહુજા મંદિરમાં પ્રવેશી રહી હતી ત્યારે સિક્યોરિટી સ્ટાફ મુખ્ય દ્વાર પર હાજર હતો. મંદિર પ્રશાસનનું કહેવું છે કે આ ભૂલ કરનારા સુરક્ષાકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવીની મદદથી મામલાની તપાસ કરવામાં આવી રહી છે.