શાહરૂખ ખાને ચાહકોને જન્મદિવસની ભેટ આપી, રિલીઝ કર્યું ‘પઠાણ’નું ટીઝર

|

Nov 02, 2022 | 12:41 PM

બોલિવૂડનો કિંગ ખાન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાના જન્મદિવસના ખાસ અવસર પર અભિનેતાએ તેના ચાહકોને ખુશ કર્યા છે. શાહરૂખ ખાને પઠાણનું ટીઝર (Pathaan Teaser)શેર કર્યું છે.

શાહરૂખ ખાને ચાહકોને જન્મદિવસની ભેટ આપી, રિલીઝ કર્યું પઠાણનું ટીઝર
શાહરૂખ ખાને ચાહકોને જન્મદિવસની ભેટ આપી
Image Credit source: Instagram

Follow us on

Pathaan Teaser Out: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન તેના ચાહકોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. ઘણા સમયથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે શાહરૂખ ખાન તેના જન્મદિવસના અવસર પર તેની આગામી ફિલ્મ ‘પઠાણ‘નું ટીઝર શેર કરશે. જો કે, કિંગ ખાન તરફથી કે પછી મેકર્સ તરફથી આ માહિતી કોઈએ શેર કરી ન હતી. પરંતુ આજે તેના જન્મદિવસના અવસર પર શાહરૂખ ખાને પઠાણનું ટીઝર રિલીઝ કરીને ચાહકોને તેના જન્મદિવસની ભેટ આપી છે.

ફિલ્મના ટીઝરે ચાહકોને ખૂબ જ ખુશ કર્યા

શાહરૂખે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટીઝર શેર કર્યું છે. પઠાણના આ ટીઝરે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે. ટીઝર સામે આવ્યા બાદ પઠાણ ટ્રેન્ડમાં છે. ટીઝર એક્શનથી ભરપૂર છે. ફિલ્મના આ ટીઝરે ચાહકોને ખૂબ જ ખુશ કરી દીધા છે. અભિનેતાના ચાહકો પઠાણને હિટની ગેરંટી જણાવી રહ્યા છે. ટીઝરની વાત કરીએ તો શરૂઆત શાહરૂખાનથી થાય છે. જેઓ ખરાબ રીતે ઘાયલ હોવાનું જણાય છે.

Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય
Plant in pot : આ 3 છોડ ઘરની શોભામાં ચાર ચાંદ લગાવશે

 

 

જ્હોનથી લઈને દીપિકા સુધીનો એક્શન અવતાર

ટીઝરમાં પાછળથી અવાજ આવે છે કે 3 વર્ષ થઈ ગયા, એ પણ ખબર નથી કે પઠાણ જીવતો  છે કે નહીં. જે બાદ પઠાણ એટલે કે શાહરૂખ ખાન કહેતા જોવા મળે છે કે પઠાણ જીવતો છે. જ્હોનથી લઈને દીપિકા સુધીનો એક્શન અવતાર જોવા મળે છે. ફિલ્મનું ટીઝર જોયા બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે શાહરૂખ ખાનની વાપસી ખૂબ જ ધમાકેદાર થવાની છે.

પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ

દમદાર એક્શન અને જબરદસ્ત ડાયલોગ જોયા બાદ દરેક લોકો દંગ રહ્યા છે કે આ ફિલ્મ વર્ષની સૌથી હિટ ફિલ્મ સાબિત થશે. નિર્દેશક સિદ્ધાર્થ આનંદે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ટીઝરે ચાહકોમાં ઉત્સાહ ખૂબ જ વધારી દીધો છે. હવે માત્ર પઠાણની રિલીઝની રાહ છે.