શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનના ગીત ‘બેશરમ રંગ’નો ઘણો વિરોધ થઈ રહ્યો છે. ગીતમાં દીપિકાની ઓરેન્જ કલરની બિકીનીનો વિરોધ છે. આનો વાંધો ઉઠાવતા ભાજપે ગીતને ફરીથી શૂટ કરવાની અને અશ્લીલ દ્રશ્યો હટાવવાની માંગ કરી છે. વધી રહેલા વિરોધને જોઈને હવે ઘણા હિન્દુ સંગઠનો પણ તેને રાષ્ટ્ર વિરોધી અને ભગવા વિરોધી ગણાવી રહ્યા છે. ભાજપ અને હિન્દુ સેનાના વિરોધ બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ ફિલ્મમાંથી અશ્લીલ દ્રશ્યો હટાવવાની માંગ કરી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સંગઠન વિશ્વ હિન્દુ પરિષદે પાદુકોણના કપડાના રંગને લઈને નારાજગી વ્યક્ત કરી છે. VHPએ ‘બેશરમ રંગ’ ગીતના ટાઈટલ પર પણ વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે, હિન્દુ સમાજ આવી ફિલ્મને ક્યારેય સ્વીકારશે નહીં. VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે એક વીડિયોમાં ફિલ્મના નિર્માતાઓની આકરી ટીકા કરતા કહ્યું છે કે – ભગવા ને બેશરમ કહ્યું અને અશ્લીલ કૃત્ય કરવું એ હિન્દુ વિરોધી માનસિકતાની પરાકાષ્ઠા છે.
इस्लाम के मानने वाले पठान क्या ऐसे दृश्य मुस्लिम चिन्हों के साथ किसी महिला के साथ फ़िल्मा सकते हैं!! लव जेहादियों के बेहूदेपन की भी हद है..!! pic.twitter.com/FKkYWASQ7X
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) December 15, 2022
ભાજપ, હિન્દુ સેના અને વિશ્વ હિન્દુ પરિષદે ફિલ્મમાંથી વાંધાજનક ભાગો હટાવવાની માંગ કરી છે. આ સંદર્ભે હિન્દુ સેનાએ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીને પત્ર પણ લખ્યો છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવા જોઈએ અને ગીતના શબ્દોમાં પણ ફેરફાર કરવા જોઈએ. આવી ફિલ્મો સેન્સર બોર્ડે પાસ કરતા પહેલા જોવી જોઈએ.
શાહરૂખ અને દીપિકા પાદુકોણનું ગીત ‘બેશરમ રંગ’ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ ગીત ફિલ્મ રિલીઝ થયા પહેલા જ નંબર 1 પર રહ્યું છે. ફિલ્મને લઈને વધી રહેલા વિવાદને કારણે એક તરફ ફિલ્મને પબ્લિસિટી મળી રહી છે તો બીજી તરફ #Boycottpathaanની માંગ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે, ફિલ્મની રિલીઝ અને કમાણી પર તેની કેટલી અસર થશે.