Paris Fashion Weekમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદા

Navya Naveli Nanda Debut In Paris Fashion Week: નવ્યા નંદા (Navya Naveli Nanda) પેરિસ ફેશન વીકમાં લોરિયલ પેરિસની કોઝ એમ્બેસેડર તરીકે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. નવ્યા નંદાએ 25 સપ્ટેમ્બરે જ પોતાનું પુસ્તક લોન્ચ કર્યું હતું. તમને જણાવી દઈએ કે લોરિયલ વુમન એમ્પાવરમેન્ટની ઉજવણીમાં એફિલ ટાવર ખાતે તેનો પબ્લિક રનવે શો યોજવામાં આવશે. તે એલે ફેનિંગ, ઈવા લોંગોરિયા, કેન્ડલ જેનર જેવી અન્ય ઈન્ટરનેશનલ હસ્તીઓ સાથે વોક કરતી જોવા મળશે.

Paris Fashion Weekમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદા
Navya Naveli Nanda
| Edited By: | Updated on: Sep 27, 2023 | 6:29 PM

Navya Naveli Nanda Debut In Paris Fashion Week: અમિતાભ બચ્ચનની પૌત્રી અને યુટ્યુબર નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તે એક યૂટ્યૂબર છે અને હવે 1 ઓક્ટોબરે પેરિસ ફેશન વીકમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તે એલે ફેનિંગ, ઈવા લોંગોરિયા, કેન્ડલ જેનર જેવી અન્ય ઈન્ટરનેશનલ હસ્તીઓ સાથે વોક કરતી જોવા મળશે.

ડેબ્યૂ કરવા માટે તૈયાર છે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદા

નવ્યા નંદા પેરિસ ફેશન વીકમાં લોરિયલ પેરિસની કોઝ એમ્બેસેડર તરીકે ડેબ્યૂ કરવા માટે રેડી છે. તમને જણાવી દઈએ કે લોરિયલ વુમન એમ્પાવરમેન્ટની ઉજવણીમાં એફિલ ટાવર ખાતે તેનો પબ્લિક રનવે શો યોજવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં નવ્યાએ તેની પહેલને સમર્થન આપવા માટે લોરિયલ પેરિસ સાથે હાથ મળાવ્યા હતા. તેની પહેલ ‘સ્ટેન્ડ અપ અગેન્સ્ટ સ્ટ્રીટ હેરેસમેન્ટ’ છે.

લોન્ચ થઈ નવ્યાની બુક ‘વન્ડર નારી’

25 સપ્ટેમ્બર, 2023 ના રોજ નવ્યા નવેલી નંદા અને બીલવ્ડ કોમિક્સ પબ્લિકેશન ‘ટિંકલ’ એ તેમનું પુસ્તક લોન્ચ કર્યું. નવ્યા નવેલી નંદા અને ટિંકલ ટીમના પ્રયાસોથી વાર્તા સંગ્રહનું પુસ્તક ‘વન્ડર નારી’ સક્સેસફુલી લોન્ચ કરવામાં આવ્યું. રિપોર્ટ મુજબ ‘વન્ડર નારી’ વુમન એમ્પાવરમેન્ટને લઈને છે અને તેમાં ચાર દિલચસ્પ સ્ટોરી છે. તેમાં કાનૂની જાગૃતિની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય અને એજ્યુકેશનનો સમાવેશ થાય છે. પુસ્તકમાં વાચકોને વુમન એમ્પાવરમેન્ટ વિશે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  International Emmy Awards 2023 માટે નોમિનેટ થયા આ સ્ટાર્સ, શેફાલી શાહ અને વીર દાસના નામ સામેલ

એક્ટિંગ ડેબ્યૂ માટે તૈયાર છે નવ્યાનો ભાઈ અગત્સ્ય નંદા

નવ્યા નંદાના ભાઈ અને અમિતાભ બચ્ચનનો પૌત્ર અગત્સ્ય નંદા ખૂબ જ જલ્દી એક્ટિંગ ડેબ્યૂ માટે તૈયાર છે. તે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને એક્ટ્રેસ ખુશી કપૂર સાથે ફિલ્મ ધ આર્ચીઝમાં જોવા મળશે. તેની ફિલ્મ આ વર્ષે 7 ડિસેમ્બરે રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો