Parineeti Chopra Raghav Chaddha Wedding : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ આ વર્ષે મે મહિનામાં સગાઈ કરી હતી. સગાઈ બાદ ફેન્સ આ બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી આ બંને સ્ટાર્સે લગ્નની તારીખ જાહેર કરી નથી. આ દરમિયાન એવા અહેવાલો છે કે આ કપલ હવે 2 નહીં પરંતુ એક રિસેપ્શન આપવાનું વિચારી રહ્યું છે. તે જ સમયે લગ્નની તારીખને લઈને પણ મોટી માહિતી સામે આવી છે.
આ પણ વાંચો : Matlabi Yariyan Song Lyrics : પરિણીતી ચોપરા દ્વારા ગાવામાં આવેલુ મતલબી યારિયાં સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
અગાઉ રિસેપ્શનને લઈને એવા અહેવાલ હતા કે બંને મુંબઈ અને ચંદીગઢમાં રિસેપ્શન આપશે. પરંતુ હવે જો સૂત્રોનું માનીએ તો આ કપલ ગુરુગ્રામની ‘ધ લીલા એમ્બિયન્સ ગુરુગ્રામ હોટેલ’માં જ રિસેપ્શનનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે. એવા પણ અહેવાલ છે કે પરિણીતી અને રાઘવના માતા-પિતા તાજેતરમાં હોટલમાં ફુડ ટેસ્ટિંગ માટે ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલા એવા સમાચાર હતા કે બંનેના પેરેન્ટ્સ શુક્રવારે 7 વાગ્યે ફૂડ ટેસ્ટિંગ માટે પહોંચશે, પરંતુ બાદમાં 9 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ પછી બંને કપલના પેરેન્ટ્સે ફૂડ ટેસ્ટિંગ કરાવ્યું પરંતુ આ દરમિયાન પરિણીતી અને રાઘવ દેખાયા નહીં. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ફુડના ટેસ્ટિંગ માટે એક વિશાળ મેનુ હતું.
જો સુત્રોનું માનીએ તો આ કપલ દિલ્હીમાં જ રિસેપ્શન ફિક્સ કરશે. કારણ કે રાઘવનું જન્મ સ્થળ દિલ્હી છે અને તેના મિત્રો અને નજીકના સંબંધીઓ દિલ્હીમાં જ રહે છે. આ કપલે લગ્નની તારીખને લઈને કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કપલ આ વર્ષે ઓક્ટોબરમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, સગાઈ બાદથી પરિણીતી અને રાઘવ સતત એક સાથે જોવા મળી રહ્યા છે અને જબરદસ્ત કેમેસ્ટ્રી વડે ચાહકોના દિલ જીતી રહ્યા છે.