
Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા (Parineeti Chopra And Raghav Chadha) આજે સાત ફેરા લઈને એકબીજા થઈ ગયા છે. આજે બંનેના તેમના પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાય ગયા છે. ઉદયપુરમાં હોટેલ લીલા અને તાજ પેલેસ આ ગ્રાન્ડ લગ્નના સાક્ષી બન્યા છે. આ બિગ ફેટ પંજાબી વેડિંગમાં ભાગ લેવા માટે રાજકારણથી લઈને મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ આવી છે. હોટેલમાં કડક સુરક્ષા છે, મહેમાનોના મોબાઈલ ફોન પર ફોટા ન લેવા માટે સ્ટીકરો લગાવવામાં આવ્યા છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરીને માહિતી આપી છે.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની તસવીરોની રાહ દરેક પસાર થતી મિનિટે વધી રહી છે. ફેન્સ ખરેખર ઓફિશિયલ તસવીરો જોવાની રાહ જોઈ શકતા નથી. દરમિયાન, લગ્નની ઉજવણીની કેટલીક તસવીરો અને આવનાર મહેમાનોના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા આજે ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન માટે પસંદ કરવામાં આવેલ થીમ ‘ડિવાઈન પ્રોમિસ – અ પર્લ વ્હાઈટ ઈન્ડિયન વેડિંગ’ છે.
રાઘવ-પરિણીતીના લગ્નના મંત્રોથી મહેલ ગુંજી ઉઠ્યો
રાઘવ-પરિણીતીના લગ્નની વિધિઓ શરૂ થયા બાદ લીલા પેલેસમાં મંત્રોના પડઘા સંભળાયા હતા. સ્થળ પરથી કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. રાઘવ ચઢ્ઢા-પરિણિતી ચોપરા પ્રવાસ દરમિયાન તળાવની નજીકનો નજારો ખૂબ જ આકર્ષક છે.
(VC: viralbhayani instagram)
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સંગીત સેરેમની 23 સપ્ટેમ્બરે થઈ હતી. આ મ્યુઝિકલ ફંકશનમાં ફેમસ પંજાબી ગાયક નવરાજ હંસએ પોતાના સુરીલા અવાજથી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. 90ના દાયકાની થીમ પર આધારિત આ ફંક્શનમાં વર-કન્યાના પરિવારજનોએ પણ દિલથી ડાન્સ કર્યો હતો. રાઘવ અને પરિણીતીના સંગીત સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
(VC:arvindkejriwalaap.fc instagram)
રાઘવ ચઢ્ઢા તેની દુલ્હનને લેવા માટે લગ્નની જાન માટે રવાના થઈ ગયા છે. રાઘવ ચઢ્ઢાના લગ્નની જાન બોટ પર નીકળવામાં આવી હતી. જાન એકદમ અલગ અને શાહી સ્ટાઈલમાં નીકળી હતી.
(VC:indianewsent instagram)
પરિણીતી-રાઘવ ચઢ્ઢા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. બંનેએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે અભ્યાસ કર્યો છે. તે સમયે બંને માત્ર મિત્રો હતા. પરંતુ તેમની લવ સ્ટોરી ફિલ્મ ‘ચમકિલા’ના સેટથી શરૂ થઈ હતી. ગયા વર્ષે પરિણીતી પંજાબમાં ‘ચમકિલા’નું શૂટિંગ કરી રહી હતી. ત્યારબાદ રાઘવ મિત્ર બનીને તેને મળવા ગયો હતો. આ મીટિંગ પછી, તેમની નિકટતા વધવા લાગી અને તેમને અહેસાસ થયો કે તેઓ એકબીજા માટે બનેલા છે.
આ પણ વાંચો: પંજાબીથી લઈને રાજસ્થાની સુધી… પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની કંઈક આવી હશે વાનગીઓ
રાઘવ-પરિણીતીએ 15 મેના રોજ સગાઈ કરીને તેમના સંબંધોને ઓફિશિયલ બનાવ્યા. બંનેની સગાઈ ખૂબ જ ભવ્ય રીતે થઈ હતી. સગાઈમાં બી-ટાઉન અને રાજકારણની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા આજે પતિ-પત્ની બની ગયા છે.
Published On - 8:23 pm, Sun, 24 September 23