Parineeti Chopra Engagement: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈની તારીખ આવી સામે, ચાર દિવસ પછી દિલ્હીમાં થશે એગેજમેન્ટ?

Parineeti Chopra Engagement: પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢાના ડેટિંગના સમાચારો બાદ હવે બંનેની સગાઈની તારીખ પણ સામે આવી છે. બંનેની સગાઈની તારીખને લઈને ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જાણો ક્યારે બંનેની સગાઈ થઈ રહી છે.

Parineeti Chopra Engagement: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈની તારીખ આવી સામે, ચાર દિવસ પછી દિલ્હીમાં થશે એગેજમેન્ટ?
Parineeti Chopra And Raghav Chadha
| Edited By: | Updated on: Apr 06, 2023 | 4:30 PM

Parineeti Raghav Engagement: ફિલ્મ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને જ્યારે પહેલીવાર મુંબઈમાં રેસ્ટોરન્ટની બહાર સાથે જોવા મળ્યા ત્યારે તેઓ રિલેશનમાં છે તેવી અટકળો શરુ થઈ ગઈ હતી. બંને પહેલા ડિનર અને પછી લંચ માટે સાથે જોવા મળ્યા હતા. જ્યારે તસવીરો સામે આવી તો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. તે સમયે બધા જ ફેન્સ બંનેની ડેટિંગ વિશે વાત કરી રહ્યા હતા.

પછી એરપોર્ટ પર આ રિલેશનના સવાલ પર પરિણીતી ચોપરાની સ્માઈલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજીવ અરોરાના અભિનંદન આપવા તેમની લવ સ્ટોરીના સમાચારને વધુ મજબૂત બનાવ્યા હતા. આ દરમિયાન પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પણ દિલ્હીમાં સાથે જોવા મળ્યા હતા. અફવાઓ, સમાચારો અને ઘણી વખત સાથે જોવા મળ્યા પછી પણ બંને સ્ટાર્સે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી.

ક્યારે થશે સગાઈ?

આ દરમિયાન હવે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈના સમાચારની સતત ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંનેની સગાઈ આ અઠવાડિયે જ થઈ શકે છે. પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંનેની સગાઈ 10 એપ્રિલે દિલ્હીમાં થશે. આ વિશે ઓફિશિયલ માહિતી હજુ સુધી સામે આવી નથી.

મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી એક્ટ્રેસ

સગાઈના સમાચાર વચ્ચે પરિણીતી ચોપરા ગઈ કાલે રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે તે લંડન જઈ રહી છે. ફની રીતે પરિણીતીને પાપારાઝીએ પણ કહ્યું કે તે તેમને બોર્ડિંગ પાસ પણ બતાવશે. આ દરમિયાન પરિણીતી ચોપરા બ્લેક પેન્ટ અને રેડ સ્વેટરમાં જોવા મળી હતી. સ્માઈલ સાથે પાપારાઝી સાથે વાત કરતાં પરિણીતી બોલ્યા વગર ઘણું બધું કહેતી જોવા મળી હતી.

આ પણ વાંચો : Ram Charan-Upasana First Child: રામ ચરણ-ઉપાસનાના ઘરે ગુંજશે કિલકારી, દુબઈમાં રાખી બેબી શાવર પાર્ટી

હાલમાં એવા સમાચારો સામે આવ્યા હતા કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના પરિવારો વચ્ચે વાતચીત શરૂ થઈ છે. બંનેના પરિવારજનો લગ્નની પણ ચર્ચા કરી રહ્યા છે. પરંતુ પહેલા સગાઈ કરવાની વાત છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…