ચંદીગઢમાં થશે Parineeti Chopra અને Raghav Chadhaના લગ્નનું રિસેપ્શન, જુઓ કાર્ડમાં વેન્યૂ અને ગેસ્ટ લિસ્ટની ડિટેલ્સ

|

Sep 06, 2023 | 6:57 PM

Parineeti Chopra Raghav Chadha Reception : ફેમસ બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) આપ નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) સાથે લગ્ન કરવા તૈયાર છે. બંનેના લગ્ન 24મી સપ્ટેમ્બરે થશે જ્યારે લગ્નનું રિસેપ્શન 30મી સપ્ટેમ્બરે યોજાશે. આ સાથે જોડાયેલી માહિતી પણ સામે આવી છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું રિસેપ્શન કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

ચંદીગઢમાં થશે Parineeti Chopra અને Raghav Chadhaના લગ્નનું રિસેપ્શન, જુઓ કાર્ડમાં વેન્યૂ અને ગેસ્ટ લિસ્ટની ડિટેલ્સ
Parineeti Chopra Raghav Chadha Reception
Image Credit source: Social Media

Follow us on

Parineeti Chopra Raghav Chadha Reception : બોલીવુડની જાણીતી એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢાના (Raghav Chadha) લગ્નનો દિવસ નજીક આવી રહ્યો છે. આ મહિનાની 24 તારીખે બંને સાત બંધનમાં બંધાશે. પરિણીતી ચોપરા આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથે ઉદયપુરના આલીશાન પેલેસમાં લગ્ન કરશે. ખાસ વાત એ છે કે લગ્નની સાથે એક્ટ્રેસના વેડિંગ રિસેપ્શનની વિગતો પણ સામે આવી છે. પરિણીતી અને રાઘવ ઉદયપુરમાં લગ્ન કરી રહ્યા છે, ત્યારે તેમના લગ્નનું રિસેપ્શન ચંદીગઢમાં થશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયું રિસેપ્શન કાર્ડ

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું રિસેપ્શન કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કાર્ડ મુજબ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું રિસેપ્શન તાજ ચંદીગઢમાં 30 સપ્ટેમ્બરે યોજાશે. જો રિપોર્ટ્સનું માનીએ તો બોલિવુડ સ્ટાર્સ સહિત ઘણા વીવીઆઈપી મહેમાનો કપલના વેડિંગ રિસેપ્શનમાં સામેલ થવાના છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી શકે છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા પણ તેના પતિ નિક જોનસ સાથે લગ્નમાં હાજરી આપવા માટે ભારત આવશે.

132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક

અહીં જુઓ રિસેપ્શન કાર્ડ

(Pc: Instant Bollywood Instgram) 

એક અઠવાડિયા સુધી ચાલશે લગ્નની વિધિઓ

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની વિધિઓ લગભગ એક અઠવાડિયા સુધી ચાલશે. 23મી સપ્ટેમ્બરે પરિણીતી ચોપરાની હલ્દી, મહેંદી અને સંગીતનું આયોજન કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચંદીગઢ સિવાય પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું રિસેપ્શન ગુરુગ્રામમાં પણ યોજવામાં આવી શકે છે.

આ પણ વાંચો: જવાન’નો જાદુ, ટિકિટ ખરીદવા માટે થિયેટરની બહાર રાત્રે 2 વાગ્યાથી લાગી લાઈનો, જુઓ Video

મે મહિનામાં થઈ હતી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ

તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ આ વર્ષે મે મહિનામાં સગાઈ કરી હતી. બંનેની સગાઈ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થઈ હતી, જેમાં પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article